આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૧૧,૨૪૩ કરોડની જોગવાઈ   - Sandesh
  • Home
  • Budget
  • આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૧૧,૨૪૩ કરોડની જોગવાઈ  

આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૧૧,૨૪૩ કરોડની જોગવાઈ  

 | 5:51 am IST

બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે માટે રૂ.૧૧,૨૪૩ કરોડની જોગવાઈ થઈ છે. જેમાં, સગર્ભા માતા અને બાળકને પૂરતો જરૂરી પોષક આહાર મળે તે માટે પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પૂર્ણા યોજનાઓના અમલ માટે રૂ.૨,૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી અમૃતમ-મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ અંદાજે ૭૭ લાખ કુટુંબની નોંધણી થયેલી છે. અત્યાર સુધીમાં રૂ.૩,૭૧૦ કરોડના ખર્ચે ૨૫ લાખ લાભાર્થીઓને લાભ આપેલો છે. હવે આ યોજના માટે, રૂ.૧,૧૦૫ કરોડ અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી યોજના માટે રૂ. ૪૫૦ કરોડની જોગવાઈ છે. શહેરી વિસ્તારમાં નાગરિકોને ઝડપી સારવાર મળે અને સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ થાય અને જરૂરી અન્ય મદદ મળે તે હેતુથી ૧૦,૦૦૦ની વસતીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરાશે. જ્યાં MBBS કે આયુષ ડોક્ટર ઉપલબ્ધ કરાવાશે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઈ છે. આ વર્ષે રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજો પોરબંદર, નવસારી અને રાજપીપળામાં શરૂ કરાશે. જ્યાં હયાત સરકારી હોસ્પિટલને મેડિકલ કોલેજની સમકક્ષ બનાવવા અને નવી કોલેજ, હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે રૂ. ૧૨૫ કરોડની જોગવાઈ છે.

મેડિકલ કોલેજની સીટ વધી 

  • રાજકોટ-ભાવનગર મેડિકલ કોલેજમાં MBBS ૧૦૦ અને અનુસ્નાતકની ૬૪ બેઠકો વધારવા ૭૩ કરોડની જોગવાઈ.
  • વડોદરાની જીજીય્ હોસ્પિ.માં ૬૦૦ પથારીની નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ ૧૮૦ કરોડના ખર્ચે બનાવાશે.
  • ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ખરીદવા રૂ. ૨૭ કરોડની જોગવાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન