Health Feel Sleepy In office that Eating these things
  • Home
  • Featured
  • ઓફિસમાં કરતા સમયે આવી જાય છે ઝપકી તો ખાસ ખાઓ આ વસ્તુ

ઓફિસમાં કરતા સમયે આવી જાય છે ઝપકી તો ખાસ ખાઓ આ વસ્તુ

 | 9:46 am IST

સતત કામ કરતા રહેવાથી થાકીને એક ઝપકી આવવી સ્વાભાવિક છે. સાથે જ બપોરના લન્ચ બાદ તો ઝપકી વધારે આવવા લાગે છે. એવામા અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ કે જેને ખાઇને તમે તમારી ઉંઘને દૂર કરી શકો છો. ખાસ કરીને તમને ઓફિસમાં પણ ઘણી વખત ઉંઘ આવવાની સમસ્યા રહે છે. તો ચાલો જોઇએ કેટલાક એવા ઉપાય..

ગ્રીન ટી

વધારે સમય તરસ્યા રહેવાથી ઉંઘ વધારે આવે છે. જેથી સાવચેત રહેવા માટે , જાગવા માટે શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય હોવું જરૂરી છે. એવામાં પાણી સૌથી બેસ્ટ ઓપ્શન છે. પરંતુ તમે કંઇક હોટ ડ્રિંક લેવા માંગો છો તો તમે કોફીના બદલે ગ્રીન ટી ટ્રાય કરશો તો તે તમારા બેસ્ટ છે. કોફીમાં ગ્રીન ટીની તુલનામાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે.

ચોકલેટ
ચોકલેટમાં જાગચા રહેવા વાળા કેફીન હોય છે પરંતુ કોફીથી ઓછા હોય છે. કારણકે ડાર્ક ચોકલેટમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે તો તેને યોગ્ય પ્રમાણમાં ખાવી જોઇએ.

ફ્રૂટ્સ
ફ્રૂટ્સમાં રહેલી ખાંડના પ્રમાણથી તરત એનર્જી મળે છે. જણાવી દઇએ કે આ ખાંડના પ્રમાણથી શુગર લેવલ વધવાની કોઇ સંભાવના રહેતી નથી.

પ્રોટીનથી ભરપૂર
પ્રોટીન વાળી વસ્તુઓ ખાવાથી શરીરમાં રહેલી એનર્જીની પૂર્તિ ધીમે-ધીમે થાય છે. કામ કરવામાં ઝડપ આવે છે અને એનર્જી પણ સ્ટોર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન