તમારા પગમાં પણ રહે છે સૂજન તો અપનાવો આ અસરકારક નુસખા - Sandesh
  • Home
  • Health & Fitness
  • તમારા પગમાં પણ રહે છે સૂજન તો અપનાવો આ અસરકારક નુસખા

તમારા પગમાં પણ રહે છે સૂજન તો અપનાવો આ અસરકારક નુસખા

 | 6:07 pm IST

શિયાળામાં ઘણાં લોકોને પગમાં સૂજન રહે છે. જેના કારણે પગમાં દુખાવો પણ થાય છે. આ સૂજનથી છૂટકારો મેળવવા માટે લોકો ગરમ પાણીથી પગમાં શેક કરે છે. પરંતુ કેટલાક લોકોને તેનાથી જલદી આરામ મળતો નથી અને લાંબા સમય સુધી આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ પગમાં આવતા સોજાથી પરેશાન છો તો ઘરગથ્થુ ઉપચાર કરો. જેથી તમને જલદી જ રાહત મળી શકે છે.

આદુ
સોડિયમના કારણે પગમાં સૂજન આવી જાય છે. આદુ સોડિયમને પાતળુ કરવામાં મદદ કરે છે. જેથી દિવસમાં 3-4 વખત આદુના તેલથી પગથી માલિશ કરવી જોઇએ. તે સિવાય તમે ડાયેટમાં પણ આદુનો ઉપયોગ કરી શકો છો.

કોથમીર
કોથમીરના બીજથી સૂજન જલદી જ ગાયબ થઇ જાય છે. એક કપ પાણીમાં 2-3 ચમચી કોથમીરના બીજ ઉમેરો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી તે પાણી અડધું ન થઇ જાય. હવે આ ઉકાળાને ધીમે – ધીમે પીઓ. આ ઉકાળાને દિવસમાં બે વાર જરૂરથી પીવું જોઇએ. જેથી સૂજનની સમસ્યાથી રાહત મળી શકે છે.

વિનેગર
એક સરખા પ્રમાણમાં પાણી અને વિનેગર મિક્સ કરો. તેને થોડાક મિનિટ માટે ગરમ કરો. તે બાદ વિનેગરમાં સુતરાઉ કાપડ પાલાળીને સૂજન અને દુખાવા વાળી જગ્યા પર રાખો. આ નુસખાને દિવસમાં 2-3 વખત ઉપયોગ કરો. જેથી સૂજનથી છૂટકારો મળશે અને દુખાવો પણ દૂર થશે.

લોટ
લોટમાં ખૂબ ગરમી હોય છે. તેની ગરમીથી દુખાવા અને સોજા વાળી જગ્યાએ શેક કરવા માટે રામબાણ ઇલાજ છે. લોટમાં પાણી મિક્સ કરીને દુખાવા વાળી જગ્યા પર લગાવવાથી રાહત મળશે. તે બાદ તેને નવશેકા પાણીથી ધોઇ લો અને હળવા હાથે મસાજ કરો.

લસણ
રોજ સવારે લસણ તેમજ તેનું તેલના સેવનથી પગની સૂજન ઓછી થવા લાગે છે. તે સિવાય તમે ભોજનમાં પણ લસણનું સેવન કરી શકો છો. આમ કરવાથી સૂજન ઓછી થશે અને ઝડપથી આ સમસ્યાથીમાંથી છૂટકારો મળી શકે છે.