Health Find out the causes of mouth ulcer Home remedies, get relief
  • Home
  • Featured
  • મોંમાં થતા ચાંદાના કારણ જાણી કરો ઘરગથ્થુ ઉપચાર, મળશે રાહત

મોંમાં થતા ચાંદાના કારણ જાણી કરો ઘરગથ્થુ ઉપચાર, મળશે રાહત

 | 9:23 am IST

જો મોંમાં ચાંદા પડી ગયા હોય તો ન ખાવામાં સ્વાદ આવે છે અને ન તો કોઇ કામમાં. જો તેનો ઇલાજ યોગ્ય સમય પર કરવામાં ન આવે તો તે સ્થિતિ વધારે દર્દનાક થઇ શકે છે. મોંના ચાંદાને માઉથ અલ્સર પણ કહેવામાં આવે છે. જેની સમસ્યા ખાસ કરીને ગરમીમાં થાય છે. ચાંદા હોવાની સ્થિતિમાં મોંનો સ્વાદ જ ગાયબ થઇ જાય છે અને દર સમયે અજીબ પ્રકારની બળતરા મોંમાં થયા કરે છે. બાળકો જ નહીં પરંતુ મોટા લોકોને પણ મોંમાં ચાંદા થઇ શકે છે. જેના માટે તમે ઘરેલું ઉપચાર તેમજ ડોક્ટરનો પણ સંપર્ક કરી શકો છો.

મોંમાં થતા ચાંદાનું કારણ

– મોંમાં થતા ચાંદા ઘણી વખત શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપથી થઇ જાય છે. તો કેટલીક વખત ડેન્ટલ ટ્રીટમેન્ટ દરમિયાન કોઇ ઇજાના કારણથી પણ થઇ શકે છે.
– કેટલીક વખત કોઇનું એંઠુ ખાવાથી પણ મોંમાં ચાંદા પડવા લાગે છે.
– જો ભૂલથી પણ ગાલની અંદરના ભાગમાં ચામડી કપાઇ જાય અને ઇજા થાય તો તેનાથી પણ મોંમાં ચાંદા થઇ શકે છે.
– મોંની યોગ્ય રીતે સફાઇ ન રાખવાથી પણ મોંમાં ચાંદા થઇ જાય છે.

 

ચાંદા દૂર કરવાના ઘરેલું ઉપાય

બેકિંગ સોડા

મોમાં પડેલા ચાંદાને સારા કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરવો જોઇએ. બેકિંદ સોડા ન માત્ર દુખાવો ઓછો કરે છે. પરંતુ અલ્સર એસિડના સ્તરને ઓછું કરી ચાંદાને સારા કરવામાં મદદ કરે છે. જેના માટે બેકિંગ સોડામાં થોડાક ટીંપા પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો અને ચાંદા પર લગાવી લો. થોડીક વાર બાદ કોગળા કરી લો. તમને રાહત થઇ શકે છે.

નારિયેળ તેલ

માઉથ અલ્સરના ઇલાજમાં નારિયેળ તેલ પણ ખૂબ મદદ કરે છે. તેમા એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીજ હોય છે. જે ચાંદાના બળતરા અને દુખાવાને દૂર કરે છે. સાથે જ તેને સારા કરવામાં પણ મદદ કરે છે. તેના માટે મોંના ચાંદા પર રોજ નારિયેળ તેલ લગાવવું જોઇએ. થોડાક દિવસમાં તમને આરામ મળશે.

કેળા અને મઘ

પાકેલા કેળા અને મધને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેના માટે તમે કેળા અને મધને મિક્સ કરીને ચાંદા પર લગાવો. તમને 2-3 દિવસમાં આરામ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન