દૂધની સાથે આ વસ્તુનું સેવન કરશો તો થશે આવી સમસ્યાઓ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • દૂધની સાથે આ વસ્તુનું સેવન કરશો તો થશે આવી સમસ્યાઓ

દૂધની સાથે આ વસ્તુનું સેવન કરશો તો થશે આવી સમસ્યાઓ

 | 6:21 pm IST

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન હોય છે. જેનુ સેવન કરવાથી ઘણી બિમારીઓથી છૂટકારો મળી શકે છે. એક તરફ દૂધ આપણાં સ્વાસ્થ્ય માટે અમૃત જેમ કામ કરે છે, તો બીજી તરફ દૂધ સાથે બીજી અન્ય વસ્તુનું સેવન કરવાથી શરીર માટે નુક્શાનકારક સાબિત થઇ શકે છે. જેથી દૂધનું સેવન કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, જે દૂધની સાથે સેવન કરવાથી શરીરને નુક્શાન પહોંચાડે છે. તો જાણો દૂધનું સેવન કરતા સમયે કઇ ચીજ વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ.

દૂધ સાથે અડદની દાળને ટાળો
દુઘનું અનેક વસ્તુ સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. જેમ કે, અડદની દાળ સાથે જ્યારે દૂધનું સેવન કરો છો, તો બન્નેને પચાવવામાં ઘણો સમય લાગે છે અને એક સાથે એક સમયે બન્નેનું સેવન કરવાથી પેટમાં ગેસના પ્રમાણાં વધારો થાય છે. જેનાથી પેટના દુખાવા જેવી સમસ્યા થાય છે. સાથે જ પાચન તંત્રની સમસ્યા શરૂ થાય છે.

દૂધની સાથે નમકીન વસ્તુઓનું સેવન ન કરો
દૂધ સાથે મીઠા વાળી ચીજનો ઉપયોગ કરવાથી દૂધમાં રહેલા પ્રોટીન મીઠાની ઉપસ્થિતિમાં ઓછા થઇ જાય છે. જેનાથી તેના ન્યુટ્રીએન્ટ્સમાં ઘટાડો થાય છે. જો આ પ્રકારની વસ્તુઓનું દૂધ સાથે લાંબા સમય સેવન કરતા રહેશો તો તમને ત્વચાને લગતી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે.

ક્યારેય ન કરો ડુંગળી સાથે દૂધનું સેવન
ડુંગળી સાથે દૂધનું સેવન ક્યારેય ન કરવું જોઇએ. દૂધ અને ડુંગળી મિક્સ થવાથી શરીરમાં દાદર, ખંજવાળ સિવાય ઇન્ફેક્શનની સમસ્યા વધવા લાગે છે. તે સિનાય ત્વચાને લગતી સમસ્યા ઉદ્દભવવા લાગે છે.

મસાલેદાર ભોજન સાથે દૂધ ન લેવું
જો તમે વધારે મસાલેદાર ભોજનનો લઇ રહ્યા છો, તો તે સમયે દૂધનું સેવન ન કરો. બન્નેનું સેવન એક સાથે કરવાથી પ્રાચનક્રિયા નબળી થવા લાગે છે. આ બન્ને વસ્તુ એક સાથે પચાવવી મુશ્કેલ હોય છે. જેનાથી પેટના દુખાવાની સાથે ગેસ, એસિડિટી અને ઉલટી જેવી સમસ્યાઓ પેદા થાય છે.

દૂધ અને દહીંનું સેવન
દૂધની સાથે દહીનું સેવન કરવાથી પીત્ત જેવી બિમારી થાય છે. તેની સાથે પેટમાં ગેસ, ઉલટી સહિતની બિમારીઓ થાય છે.

લીંબૂ સાથે દૂધ
લીંબૂ કે કોઇ પણ ખાટી વસ્તુઓનું સેવન દૂધ સાથે ન કરવું જોઇએ. કારણકે ખાટી વસ્તુઓમાં રહેલા લેક્ટોજ દૂધને ફાડવાનું કામ કરે છે. જેનાથી પેટમાં ગેસ ઉલટી જેવી સમસ્યા થાય છે.