વજન ઓછું કરવું છે તો પીઓ આ વસ્તુ, 1 મહિનામાં દેખાશે ફરક - Sandesh
  • Home
  • Health & Fitness
  • વજન ઓછું કરવું છે તો પીઓ આ વસ્તુ, 1 મહિનામાં દેખાશે ફરક

વજન ઓછું કરવું છે તો પીઓ આ વસ્તુ, 1 મહિનામાં દેખાશે ફરક

 | 5:28 pm IST

સ્થૂળતા દરેક બીમારીનું મૂળ હોય છે. દરેક પ્રકારની બીમારીઓ પેટથી શરૂ થાય છે. પરંતુ વધતું વજન જલદી ઓછું કરવું સહેલુ નથી. કેટલાક લોકો વજન ઓછું કરવા માટે કલાકો જીમમાં પરસેવો પાડે છે. તો કેટલાક લોકો વજન ઓછું કરવા માટે ઉપવાસ કરે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. તમે વજન ઓછું કરવા માંગો છો તો વજન ઓછું કરવા માટે કેટલાક અસરકારક નુસખા છે. જે અજમાવીને તમે તમારું વજન ઝડપથી ઓછું કરી શકો છો. આવો જોઇએ ભૂખ્યા પેટે આ પીણું પીવાથી વજન ઝટપટ ઘટી જશે.

સામગ્રી
2 ચમચી – તજનો પાઉડર
2 ચમચી – જીરા પાઉડર
1 ગ્લાસ – ગરમ પાણી

બનાવવાની રીત
– સૌ પ્રથમ બે ચમચી તજનો પાઉડર અને જીરા પાઉડરને એક ગ્લાસ ગરમ પાણીમાં બરાબર મિકસ કરી લો.
– રોજ આ પાણીને સવારે ઉઠીને ભૂખ્યા પેટે સતત એક મહીનો પીવું.
– આ પીણુ પીવાથી જલદી જ અસર જોવા મળશે.
– તજમાં ખૂબ જ પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
– જે મેટાબોલિજ્મને બૂસ્ટ કરે છે.
– જો તમારું મેટાબોલિજ્મ ફાસ્ટ હશે તો શરીરની ચરબી સેલ્સ સ્ટોર કરવાની કેપેસિટી ઓછી થશે જેનાથી વજન પણ ઓછું થશે.
– તે સિવાય તમે ડોક્ટરની સલાહ પણ લઇ શકો છો.