સડસડાટ ઘટશે તમારું વજન, પીઓ આ ફુલોની ચા - Sandesh
NIFTY 11,398.85 -36.25  |  SENSEX 37,740.94 +-111.06  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સડસડાટ ઘટશે તમારું વજન, પીઓ આ ફુલોની ચા

સડસડાટ ઘટશે તમારું વજન, પીઓ આ ફુલોની ચા

 | 2:38 pm IST

ખરાબ ખાણી-પીણી અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણથી આજકાલ કેટલાક લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન છે. વજન ઓછું કરવા અને પેટની ચરબી ઓછી કરવા માટે કેટલાક ઉપાય કરે છે. કેટલાક લોકો તો પેટની ચરબી ઓછી કરવા માટે દવાઓ, ડાયેટિંગ તેમજ કસરતનો સહારો લે છે. તેનાથી કેટલીક વખત શરીરને નુકસાન પહોંચે છે. એવામાં અમે તમને તમારી પેટની ચરબી દૂર કરવા માટે કેટલાક ઉપાય જણાવીશું. જેનાથી કોઇ નુકસાન નહીં થાય. જે છે ફુલોની ચા…

ફુલોની ચાથી પણ થોડાક દિવસમાં વજન ઓછું કરી શકાય છે. ફુલોમાં કેટલાક એવા પોષક તત્વ રહેલા છે. જે શરીરને સ્વસ્થ બનાવવાની સાથે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો આવો જોઇએ એવા કયા 3 ફુલોની ચા છે જેનાથી તમે વજન ઓછું કરી શકશો.

ચમેલીની ચા
ચમેલીના ફુલને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ માનવામાં આવે છે. આ ફુલોની સુંગંધ શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. રોજ આ ચા પીવાથી વજન ઓછું થવા લાગે છે. ચમેલીની ચા વજન ઓછું કરવાની સાથે જ હૃદયની બીમારી અને ડાયાબિટીસને ઓછું કરવાનું કામ કરે છે. તેની સાથે જ ચમેલીની ચા પીવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થવા લાગે છે.

જાસુદની ચા
જાસુદનું ફુલ જોવામાં જેટલું સરસ લાગે છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમા રહેલા વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટસ શરીરમાં કેન્સર, પેટની ચરબી, ડિપ્રેશન, કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવાનું કામ કરે છે. જાસુદની ચા મોંમાં થયેલા ચાંદાને ઓછા કરવામાં પણ ખૂબ મદદરૂપ છે.

ગુલાબની ચા
ગુલાબની ચામાં વિટામિન એ, વિટામિન બી3, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇ રહેલા છે. જે લોકો જલદીથી તેમનું વજન ઓછું કરવા માંગો છો તો ગુલાબની ચા પીવાથી શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. ગુલાબની ચા ત્વચામાં ચમક લાવવાનું કામ કરે છે.

આ રીતે બનાવો ફુલોની ચા
તમે તમારી પસંદના હિસાબથી ફુલ કોઇપણ ચાની પી શકો છો. જાસુદની ચા બનાવવા માટે તેના સૂકા પાનનો ઉપયોગ કરો. જ્યારે ગુલાબ અને ચમેલીના તાજ પાનની ચા પણ બનાવી શકો છો.

સૌ પ્રથમ બે કપ પાણી લો. હવે તેમા ફુલ ઉમેરી દો. 5-7 મિનિટ માટે તેને ધીમી આંચ પર ગરમ કરો. જેથી ફુલોના અર્ક નીકળી જશે. હવે આ પાણીને ઉતારી લો અને તેને ગાળી લો. સ્વાદ અનુસાર તેમા લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીઓ. દિવસમાં 2-3 વખત આ પીવાથી પેટની ચરબી ઓછી થઇ જશે.