સૂતા પહેલા રાખો આ 4 વાતનું ધ્યાન, ઝડપથી ઘટશે વજન - Sandesh
NIFTY 11,414.55 -20.55  |  SENSEX 37,777.44 +-74.56  |  USD 70.3225 +0.43
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સૂતા પહેલા રાખો આ 4 વાતનું ધ્યાન, ઝડપથી ઘટશે વજન

સૂતા પહેલા રાખો આ 4 વાતનું ધ્યાન, ઝડપથી ઘટશે વજન

 | 12:22 pm IST

મોર્ડન સમયમાં સ્થૂળતા દરેક લોકોની પરેશાનીનું કારણ છે. સ્થૂળતા ન ફક્ત આપણી પર્સનાલીટી પર અસર કરે છે. પરંતુ શરીરને કેટલીક બીમારીઓ પણ આપે છે. વધતા વજનથી રાહત મેળવવા લોકો કલાકો જીમમાં જાય છે. ડાયેટિંગ સહિતની કેટલીક દવાઓ પણ કરે છે. પરંતુ વધતા વજનમાં કોઇ ફરક જોવા મળતો નથી. જો તમારું વજન પણ ઝડપથી વધી રહ્યું છે અને તમે તેને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમે તમારી લાઇફસ્ટાઇલમાં થોડોક બદલાવ કરી શકો છો. જેના માટે આજે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું. જેને તમે રાત્રે સૂતા પહેલા કરવાથી તમારું વજન ઝડપથી ઘટી જશે.

નાઇટ લાઇટથી દૂર રહો
ખાસ કરીને લોકો રાત્રે રૂમની લાઇટ ચાલું રાખીને સૂવાની આદતો હોય છે. જેની ઊંધ પર અસર પડે છે. એક શોધ અનુસાર, જ્યારે પૂરતી ઊંઘ ન મળે તો વજન વધવા લાગે છે. લાઇટ ચાલું રાખીને સૂવાથી શરીરમાં બનતા મેલાટોનિન હોર્મોન ઓછા બને છે. જેના કારણ ઊંઘ બરાબર આવતી નથી. જેથી રાત્રે સૂતા પહેલા તમારા રૂમની લાઇટ બંધ કરીને સૂઇ જાવ.

એરકન્ડિશનર ટેમ્પ્રેચર
સૂતા સમયે એક કન્ડિશનરનું ટેમ્પ્રેચર ઓછું હોવું જોઇએ. કારણકે સૂતા સમયે ટેમ્પ્રેચર જેટલું ઠંડુ રાખશો એટલી જ પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળશે.

પ્રોટીન શેક
તમારા ડિનરમાં પ્રોટીન ફૂડ્સ સામેલ કરો. સૂતા પહેલા પ્રોટીન શેક પીવામાં આવે તો તેનાથી બોડી તેને ડાયજેસ્ટ કરવા માટે વધારે કેલરી બર્ન કરે છે. જેનાથી સ્થૂળતા ઓછી થઇ જાય છે.

ભોજન બાદ સૂવુ નહીં
રાત્રે ભોજન પછી ટાઇમ ટેબલ યોગ્ય રાખો. રાત્રે આશરે 8 વાગ્યા સુધી ડિનર કરી અથવા સૂવાના 2કલાક પહેલા ડિનર કરી લો. જેનાથી વજન ઓછું કરવામાં ખૂબ મદદ મળે છે. જો ભોજન બાદ તરત સૂઇ જશો તો સૂતા પહેલા ખાવાથી ખોરાક ટ્રાયગ્લાસરાઇડ્સમાં બદલાઇ જાય છે અને વજન વધી જાય છે.