Health Get rid of the excessive of migraines forever
  • Home
  • Featured
  • અતિશય થઇ રહેલા માઇગ્રેનના દુખાવાથી કાયમ માટે મેળવો છૂટકારો

અતિશય થઇ રહેલા માઇગ્રેનના દુખાવાથી કાયમ માટે મેળવો છૂટકારો

 | 5:50 pm IST

માઇગ્રેનનો દુખાવો અસહનીય હોય છે અને તેને સહન કરવું પણ ખૂબ મુશ્કેલ હોય છે. ખાસ કરીને સવારના સમયે આ દુખાવો ખૂબ વધારે હોય છે. માઇગ્રેનના કારણે ઉલટી જેવી સમસ્યા થઇ શકે છે. પરંતુ લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીમાં પૌષ્ટિક તત્વોના અભાવના કારણે તણાવ અને માથાના દુખાવા જેવી સમસ્યા થવી સામાન્ય વાત છે. તણાવ અને માથાના વધારે દુખાવો થવાથી તે બાદમાં માઇગ્રેનનું રૂપ લઇ લે છે. માઇગ્રેનનો દુખાવો થોડાક કલાકોથી લઇને કેટલાક દિવસ સુધી રહી શકે છે.

તજ
તજને પીસી આ લેપ માથા પર લગાવીને માઇગ્રેનના દુખાવાથી તરત આરામ મળે છે. તે સિવાય તજના પાઉડરને દિવસમાં ચાર વખત ઠંડા પાણીની સાથે ખાવાથી આરામ મળી શકે છે.

ઓલિવ ઓઇલ
અચાનક માઇગ્રેનનો દુખાવો થવા પર ઓલિવ ઓઇલથી નાશ લો. તેને એક વાસણ કે સ્ટીમરમાં પાણી ઉકાળી લો. હવે તેમા ઓલિવ ઓઇલ મિક્સ કરી લો. હવે માથા પર ટુવાલ ઢાંકીને વરાળ લો. 15-20 મિનિટ સુધી વરાળ લીઘા બાદ તમારા માઇગ્રેનનો દુખાવો ગાયબ થઇ જશે,

મહેંદીનો લેપ
માઇગ્રેનના દુખાવાથી તરત છૂટકારો મેળવવા માટે તમે મહેંદીનો ઉપયોગ પણ કરી શકો છો. જેના માટે મહેંદીનો લેપ વાળમાં લગાવો. જેથી થોડીક વારમાં દુખાવામાં રાહત મળશે.

દેશી ઘી
માઇગ્રેનના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દેશી ઘીના બે ટીંપા નાકમાં નાખો અને સૂઇ જાવ તેનાથી નાસિકા સ્વચ્છ થશે અને માઇગ્રેનના દુખાવામાં રાહત મળી શકે છે. જોકે માઇગ્રેનનો દુખાવો કેટલીક વખત નાક પર વાયરસ, બેક્ટેરિયા, ધૂળ-માટીના કણ જમા થવાના કારણે પણ થઇ શકે છે.

ઠંડા પાણીની પટ્ટી
માઇગ્રેન દુખાવો થવા પર તરત બરફ કે ઠંડા પાણીની પટ્ટી માથા પર રાખો. આમ કરવાથી માથાના દુખાવામાં જલદી જ રાહત મળે છે.

તુલસીના પાન
આ દુખાવાથી રાહત મેળવવા માટે તુલસીના પાન, આદુનો પાઉડર, કાળામરી પાઉડર અને તજનો પાઉડર મિક્સ કરીને મધ સાથે ખાઓ. જેનાથી માઇગ્રેનના અતિશય થઇ રહેલા દુખાવાથી રાહત મળી શકે છે.