Health Get your foot sore with just 2 cucumbers away, don't feel tired
  • Home
  • Featured
  • માત્ર 2 કાકડીથી તમારા પગનો દુખાવો કરો દૂર, જરાય નહિં લાગે થાક

માત્ર 2 કાકડીથી તમારા પગનો દુખાવો કરો દૂર, જરાય નહિં લાગે થાક

 | 9:27 am IST

તહેવારની સીઝન ચાલી રહી છે અને લોકો પોતાને સુંદર બનાવવા માટે અલગ-અલગ ટ્રીટમેન્ટ પણ લેતા હોય છે એવામાં કેટલીક ટિપ્સ એવી પણ હોય છે જેને તમે અપનાવી શકો છો અને પોતાને સુંદર બનાવી શકો છો. એવામાં તમારે ચહેરાની સાથે પગનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. જેમ નવરાત્રીના સમયે તમે ગરબા રમતા હશો એવામાં તમારા પગના તળિયા પર અસર પડે છે.  તળિયામાં દુખાવો થાય છે અને તે કાળા પણ પડી જાય છે. એટલું જ નહીં પગમાં ચાંદા પણ પડી જાય છે. એવામાં તમારે તમારા પગનું ધ્યાન કેવી રીતે રાખવું તે અંગે જણાવવા જઇ રહ્યા છીએ.

સામગ્રી

2 નંગ – કાકડી
2 ચમચી – ઓલિવ ઓઇલ
2 ચમચી – લીંબુનો રસ

બનાવવાની રીત

– સૌ પ્રથમ એક બ્લેન્ડરમાં કાકડી, લીંબુનો રસ અને ઓલિવ ઓઇલ ઉમેરીને તેને બ્લેન્ડ કરી લો.

– આ પેસ્ટને એક બાઉલમાં લઇ લો અને તેને થોડીક ગરમ કરી લો.

– તે બાદ અડધા મિશ્રણને એક ડોલમાંલ અને અડઘા મિશ્રણને બીજી ડોલમાં રાખો.

– હવે બન્ને ડોલમાં એક-એક પગ રાખીને બેસો.

– 5-10 મિનિટ બાદ તમારા પગને બરાબર ગરમ પાણીથી ધોઇ લો. તે બાદ પગને સ્ક્રબ કરો અને સૂકાઇ ગયા બાદ વિટામીન ઇથી ભરપૂર કોલ્ડ ક્રીમ લગાવો.

– કાકડીથી પગની થાકેલી આંગળીઓને આરામ મળશે અને ઓલિવ ઓઇલથી પગને ઉંડાણ સુધી મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન