Health Getting out of the gums is the best blood
  • Home
  • Featured
  • પેઢામાંથી નીકળી રહ્યું છે લોહી તો બેસ્ટ છે આ ઘરેલું ઉપાય

પેઢામાંથી નીકળી રહ્યું છે લોહી તો બેસ્ટ છે આ ઘરેલું ઉપાય

 | 2:16 pm IST

ખાસ કરીને આજકાલ લોકોને દાંતમાં દુખાવો થઇને લોહી નીકળવાનું શરૂ થઇ જાય છે. આ સમસ્યા સામાન્ય છે અને કેટલાકો લોકોને આ સમસ્યામાંથી પસાર થવું પડે છે. કેટલીક વખત દાંતમાંથી એટલું બધું લોહી નીકળે છે કે તેનાથી દુખાવો વધલા લાગે છે. ક્યારેક તો આ સમસ્યાને કારણે લોકોને શરમ અનુભવવી પડે છે. કારણકે લોહી આવવાથી મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે અને દાંતનો રંગ પણ કાળો પડી જાય છે. આવી સ્થિતિથી બચવા માટે ડોક્ટરની સલાહ લેવી જોઇએ પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાયથી રાહત મેળવી શકો છો.

નારંગીનો રસ
જો તમને નારંગી પસંદ છે તો તમે આ તેનું જ્યૂસ નીકાળીને તેમા એક ચમચી ગોળી કે ખાંડ મિક્સ કરો અને ચપટી જીરૂ ઉમેરીને રોજ સવાર-સાંજ પીઓ તો તેનાથી જડબામાં સોજો અને લોહી નીકળવાનું બંધ થશે . જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમે એક જ સમય આ જ્યૂસ પીઓ.

લીંબુ પાણી
તમારા જડબામાં વધારે પડતું લોહી નીકળું રહ્યું છે અને તમે ઇચ્છો છો કે તે તરત જ બંધ થઇ જાય તો પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને દિવસમાં 4-5 વખત કોગળા કરો. તે સિવાય તમે ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને તે પાણીથી પણ કોગળા કરી શકો છો. તેનાથી જડબામાં થતો દુખાવો પણ દૂર થાય છે.

કાચૂ સફરજન
કાચું સફરજન ખાવાથી જડબામાંથી નીકળતું લોહી તરત જ બંધ થઇ જાય છે. તમે ભોજન કર્યા પછી એક કાચુ સફરજન ખાઇ શકો છો તેનાથી દાંત પણ સાફ થઇ જાય છે. જડબાથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને તેનાથી લોહી પણ બંધ થઇ જાય છે.

રાસબરી
રાસબરીમાં ઘણી બીમારીઓની દવા છુપાયેલી છે. દાંત માટે પણ રાસબરી ખૂબ ફાયદાકારક હોય છે. જો તમે રોજ ભૂખ્યા પેટે રાસબેરી ખાશો તો તમારા દાંત મજબૂત થશે અને તમારા લોહી નીકળવાની સમસ્યાથી પણ ગાયબ થઇ જાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે રાસબેરીને ક્યારેય પણ ડેરી પ્રોડક્ટ્સની સાથે ન ખાઓ.