Health Gram flour is helpful in weight loss, this is how you are involved in diet
  • Home
  • Featured
  • સડસડાટ વજન ઘટાડવું છે તો ખાઓ ચણાના લોટથી બનેલી આ વસ્તુઓ

સડસડાટ વજન ઘટાડવું છે તો ખાઓ ચણાના લોટથી બનેલી આ વસ્તુઓ

 | 10:58 am IST

જો તમને લાગે છે કે ચણાના લોટથી બનેલી વાનગીઓ સ્વાદિષ્ટ હોય છે અને તેમા કોઇ ન્યુટ્રિશસ વેલ્યુ હોતી નથી તો તમે ખોટા છો. હકીકત તો એવી છે કે ચણાના લોટ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમા સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ હોય છે. ચણાના લોટમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને તે શાકભાજીના પ્રોટનની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં. ચણાનો લોટ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો વજન ઘટાડવામાં પણ તમને ચણાનો લોટ મદદ કરશે. ઘઉંના લોટની તુલનામાં ચણાના લોટમાં કેલરી અને ફેટનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. જોકે, તમારી ડાયેટમાં પ્રોટીન અને ફાઇબરને સામેલ કરવાથી તમારી ભૂખ કંટ્રોલમાં રહે છે. લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેમ લાગે છે અને કેલરી ઇનટેક પણ ઓછી હોય છે. તે સ્પષ્ટ છે કે વજન ઓછું કરવામાં મદદ કરે છે. ચણાના લોટથી બનેલી વસ્તુઓને ડાયેટમાં સામેલ કરી વજન ઘટાડી શકો છો.

ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો ખમણ જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે અને તેને કાયને તમારા પેટને પણ લાંબા સમય સુધી ભરેલું અનુભવ કરી શકો છો. ખમણ બનાવવા માટે ચણાના લોટમાં આથો લાવવામાં આવે છે જેનાથી તેમા ન્યુટ્રિશનલ વેલ્યું વધી જાય છે સારી વાત એ છે કે ખમણ બનાવવામાં તેલનો ઉપયોગ થતો નથી કારણકે તેને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે અને તે સ્વાસ્થ્યની સાથે-સાથે વજન ઓછું કરવા માટે પણ ફાયદાકારક છે.

ચણાના લોટથી બનેલા ટેસ્ટી પુલ્લા પણ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. પ્રોટીનથી ભરપૂર ચણાના લોટથી બનેલા પુલ્લા ખાઇને જો તમે દિવસની શરૂઆત કરશો તો લાંબા સમય સુધી તમને ભૂખ લાગશે નહીં અને એનર્જીથી ભરપૂર પ્રમાણમાં મળશે. તમે ઇચ્છો તો તેમા તમારી મનગમતા શાક ઉમેરી શકો છો. અને તેને હેલ્ધી બનાવી શકો છો. પુલ્લા બનાવવા માટે ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરો જેથી તે વધારે ટેસ્ટી બની શકશે.

ચણાના લોટની શીરો બનાવીને પણ તમે વજન ઓછું કરી શકો છો. પરંતુ યાદ રાખો કે શીરો બનવાતા સમયે દેશી ઘીનો ઉપયોગ કરો કારણકે ઘી પણ વેટ લોસ કરવામાં મદદ કરે છે. ઘીમાં ચણાના લોટને બરાબર શેકી લો તે બાદ તેમા દૂધ અને થોડીક ખાંડ ઉમેરીને ચણાનો ટેસ્ટી શીરો બનાવો. તમે વધારે હેલ્થ કોન્શ્યિંસ છો તો તેમા ખાંડની જગ્યાએ લો કેલરી સ્વીટનરનો ઉપયોગ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન