જો તમે પણ હલાવતા હશો પગ તો બની શકો છો 'ગંભીર' બિમારીનો ભોગ - Sandesh
  • Home
  • Health & Fitness
  • જો તમે પણ હલાવતા હશો પગ તો બની શકો છો ‘ગંભીર’ બિમારીનો ભોગ

જો તમે પણ હલાવતા હશો પગ તો બની શકો છો ‘ગંભીર’ બિમારીનો ભોગ

 | 3:28 pm IST

રેસ્ટલેસ લેગ સિંડ્રોમ એક ન્યુરોલોજિકલ સમસ્યા છે. આ સમસ્યાનો સંકેત ખુરશી કે સોફા પર બેસીને પગને સતત હલાવતા રહેવું છે. ઘણી વાર કેટલાક લોકોની આદત હોય છે. તેમજ માનસિક પરેશાનીનું કારણ પણ આ સમસ્યા હોય છે. આ સમસ્યાને કારણે રાત્રે સૂતા સમયે પગમાં ખૂબ દુખાવો થાય છે. જેના કારણે તમે શાંતિથી સૂઇ પણ શકતા નથી.જો આ સમસ્યાનો યોગ્ય સમયે ઇલાજ કરાવવામાં ન આવ્યો તો લાંબા સમયગાળા બાદ આ બિમારીનો ન્યુરોલોજિસ્ટ અને સાઇકોલોજીસ્ટ બન્ને ડોક્ટરોથી ઇલાજ કરાવવાની જરૂરત પડી શકે છે. આજે અમે રેસ્ટલેસ લેગ સિંડ્રોમ થવાના કારણ, ઇલાજ, લક્ષણ અંગે જાણકારી આપીશું.

કોનામાં જોવા મળે છે આ સમસ્યા
– જે લોકો કોઇ તણાવના કારણે ઉંઘ પૂરી ન લઇ શકે તે લો આ બિમારીનો શિકાર હોય છે
– ઘણી વાર આ સમસ્યા વધારે સમય કામ કરનારને વધારે થાક લાગવાથી પણ થઇ શકે છે.
– મહિલામાં આ સમસ્યા પીરિયડ્સ દરમિયાન થતા સતત દુખાવાના કારણે ઉંઘ પૂરી ન થવાનું કારણ હોય છે
– ડાયાબિટીસ અને પાર્કિન્સન બિમારીથી ગ્રસિત લોકોમાં પણ આ મુશ્કેલી જોવા મળે છે.

તેના લક્ષણ
– બેઠા સમયે તેમજ સૂતા સમયે સતત પગ હલાવવા
– પગમાં દુખાવો અને ખેંચાણનો અનુભવ થાય છે
– રાત્રે સારી ઉંઘ ન આવવી અને પડખા ફેરવવા
– પગમાં કઇક ચૂંભતુ હોય તેવો દર્દ થવો

– આ દુખાવો વધારે રાતના સમયે થાય છે અને દિવસે સારુ થઇ જાય છે. દિવસના સમયે આ દુખાવાના કારણે લાંબા સમય સુધી ઉભા રહેવું કે લાંબા સમય પગથી ચાલવા પર થાય છે.
– આ બિમારી શરીરમાં આર્યન, મેગનેશ્યિમ અને વિટામીન બી12 સહિતના પોષક તત્વોની ઉણપના કારણ થાય છે. તે સિવાય ડિપ્રેશન કે એલરજીની દવા સતત ખાવાથી પણ રેસ્ટલેસ લેગ સિંડ્રોમની સમસ્યા થઇ શકે છે.