અતિશય માથાનો દુખાવો થઇ રહ્યો છે તો અજમાવો આ નુસખો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • અતિશય માથાનો દુખાવો થઇ રહ્યો છે તો અજમાવો આ નુસખો

અતિશય માથાનો દુખાવો થઇ રહ્યો છે તો અજમાવો આ નુસખો

 | 6:42 pm IST

માથાનો દુખાવો એ એક એવો દુખાવો છે જે તમારા આખા દિવસને ખરાબ કરી દે છે. ખાસ કરીને લોકો માથાના દુખાવાની ફરિયાદ કરે છે. કેટલીક વખત માથાનો દુખાવો એટલો વધી જાય છે કે તેનાથી છૂટકારો મેળવવા માટે દવાઓનો સહારો પણ લેવો પડે છે. પરંતુ શુ તમને ખબર છે કે આ દુખાવાથી થોડીક જ મિનિટોમાં છૂટકારો મળી શકે છે.

આદુ કેટલીક બીમારીઓથી બચાવ કરવામાં મદદ કરે છે તે ફક્ત શરદી – ઉધરસ માટે જ ફાયદા કારક નથી પરંતુ તે વાળ માટે પણ તેનુ સેવન લાભદાયી હોય છે. માથાનો દુખાવો થવા પર આદુનો આ નુસખો રામબાણ સાબિત થયો છે. આ નુસખા માટે ફક્ત આદુ અને લીંબુના રસનો ઉપયોગ કરવો જોઇએ.આદુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું સલાડ ખાવાથી વાયુનો નાશ થાય છે તેમજ તે કફ ને દુર કરે છે. આદુના રસના ટીપાં નાકમાં નાખવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે

આદુનો ઉપયોગ માથાના દુખાવા માટે બે રીતે કરી શકીએ છીએ. પ્રથમ નુસખા માટે આદુ અને લીંબુના રસને યોગ્ય પ્રમાણમાં આશપરે બે ચમચી લો અને તેને મિક્સ કરીને પીઓ. દિવસમાં ઓછામાં ઓછું 1-2 વખત કરવાથી માથાનો દુખાવો છૂમંતર થઇ જશે.

તે સિવાય થોડાક આદુને પીસી પીસી લો અને તેમા બે ચમચી પાણી મિક્સ કરીને માથા પર લગાવી લો. આમ કરવાથી માથાના દુખાવા તરત રાહત મળશે. આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક માનવામાં આવે છે.