આ નુસખાથી 1 દિવસમાં દૂર થશે શરદી - ઉધરસની સમસ્યા - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ નુસખાથી 1 દિવસમાં દૂર થશે શરદી – ઉધરસની સમસ્યા

આ નુસખાથી 1 દિવસમાં દૂર થશે શરદી – ઉધરસની સમસ્યા

 | 7:08 pm IST

બદલાતી ઋતુઓને લઇને ઘણી વાર અનેક બિમારીઓ ઘર કરી જાય છે. જેમાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા એક સામાન્ય વાત છે. પરંતુ યોગ્ય સમયે ઇલાજ ન કરવા પર તે મોટી બિમારીનું કારણ પણ બની શકે છે. તો ઘણા એવા ઘરગથ્થુ ઉપચાર છે જેનાથી તમે શરદી અને ઉધરસની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મેળવી શકો છો.

હળદર
હળદરને મીઠા સાથે ગરમ પાણી કે દૂધની સાથે લેવાથી ગળામાં થઇ રહેલો દુખાવો દૂર થાય છે. તેમજ શરદી અને ઉધરસથી રાહત મળે છે. તે સિવાય હળદર સાથે મધ મિક્સ કરીને દિવસમાં 2 વાર ખાવાથી પણ આ સમસ્યાથી રાહત મળે છે.

લીંબુ
2 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મધ અને 1 ચપટી કાળા મરી પાઉડરને મિક્સ કરીને સેવન કરવું જોઇએ. આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરીને સેવન કરવાથી જૂની ઉધરસ અને ગળામાં થઇ રહેલો દુખાવો દૂર થાય છે.

ડુંગળી
શિયાળામાં ડુંગળીને કાપીને સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે. તે સિવાય 1 ચમચી ડુંગળીમાં 1 ચમચી મધ મિક્સ કરીને ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા ઝડપથી દૂર થાય છે.

ગાજર
ગાજરનો જ્યૂસ નીકાળીને તેમા 2 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરીર ગરમ રહે છે. તેમજ અઠવાડિયુ સતત આ ઉપાય કરવાથી ઉધરસ અને કફની સમસ્યાથી રાહત મળે છે.

લસણ
1 કપ પાણીમાં 2કરી લસણ અને 1 ચમચી ઓરિગેનોને ઉકાળીને તેમા મધ ઉમેરવું જોઇએ. જેને દિવસમાં 2 વાર પીવાથી શરદી-ઉધરસ, કફ તેમજ ગળાની સૂજન અને દુખાવાની મુશ્કેલીમાંથી રાહત આપે છે.

અજમો
બંધ નાક કે શરદી-કફ થવા પર અજમાને અધકચરો પીસીને એક કાપડમાં બાંધી તેની સુગંધ લેવી જોઇએ. શિયાળામાં ઠંડી લાગવા પર થોડોક અજમો ચાવવાથી ઠંડીમાં થતી બિમારીઓ દૂર રહે છે.