Health How to Reduce Weight For Crying, read these
  • Home
  • Featured
  • જાણીને લાગશે નવાઇ પરંતુ રડવાથી સડસડાટ ઘટશે તમારુ વજન

જાણીને લાગશે નવાઇ પરંતુ રડવાથી સડસડાટ ઘટશે તમારુ વજન

 | 8:35 am IST

શુ તમે રડવાના ફાયદા જાણો છો? રડવું આમ તો કોઇને પણ પસંદ હોતું નથી. પરંતુ કેટલીક વખત એવી સ્થિતિ હોય છે કે તમારી આંખોમાં આંસુ આવી જ જાય છે. પરંતુ તમારા માટે આ વાત ખરેખર ખૂબ સારી છે. રડવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક જણાવવામાં આવે છે. પરંતુ જો તમારે રડવું જ છે તો તમે સાંજના સમયે રડો. તેના અનેક ઘણા ફાયદા થઇ શકે છે.

રડવાથી થતા ફાયદા

વૈજ્ઞાનિક માને છે રડવું ખરાબ નથી. પરંતુ સ્વાસથ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી માનસિક દબાણ ઓછું થાય છે અને તમારા દુ:ખ જાહેર કરવાના આ પ્રાકૃતિક રીત છે. જેનું કોઇ નુકસાન થતુ નથી. જેથી તમે દુ:ખી છો તો થોડૂક રડી લેવામાં કોઇ ખરાબી નથી. વૈજ્ઞાનિક આજ સલાહ મહિલાઓની સાથે-સાથે પુરૂષોને પણ આપે છે.

રડવાનો યોગ્ય સમય

વૈજ્ઞાનિકોએ આ વાતનો ખુલાસો કર્યો છે કે જો તમે વધારે વજન ધરાવો છો અને વજન ઘટાડવું છે તો તમારે રડવાનો સમય જાણી લેવો જોઇએ. વૈજ્ઞાનિક તેને વજન ઓછું કરવાની એક ટેકનિક માની રહ્યા છે. જેના દ્વારા તમે તમારી ચરબી અને સ્થૂળતા બન્ને એક સાથે ઘટાડી શકો છો.

શુ છે નવી શોધ

એક રિપોર્ટ મુજબ રડવાથી આપણા શરીરમાં કોર્ટિસોન નામના હોર્મોન રિલીઝ થાય છે. શરીરમાં આ હોર્મોનનું સ્તર વધવાથી વજનમાં ઘટાડો થાય છે. બીજુ છે સ્ટ્રેસ લેવલ વધવા પર જ્યારે આપણે રડીએ છીએ તો આંસુ દ્રારા એક ઝેરી પદાર્થ શરીરની બહાર આવે છે. જે વજન વધવા માટે ઘણી હદ સુધી જવાબદાર હોય છે.

આંસુ નીકળશે ત્યારે ઓછું થશે વજન

અભ્યાસમાં આ વાતનો પણ ખુલાસો થયો છે કે જે લોકો રડવા પર આંસુ સહેલાઇથી નીકળતા નથી તેમના માટે વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ પડકાર છે. વધુ એક રસપ્રદ વાત પણ સામે આવી છે કે રડવાનું નાટક કરવાથી વજન પર કોઇ અસર થતુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન