how-to-remove-inflammation-problem-follow-tips
  • Home
  • Featured
  • કરો માત્ર આ 4 ઉપાય, છાતીમાં થતી બળતરાથી મળશે રાહત

કરો માત્ર આ 4 ઉપાય, છાતીમાં થતી બળતરાથી મળશે રાહત

 | 3:26 pm IST

આજકાલ  લોકો પૌષ્ટિક ખાવાના કરતા મસાલેદાર ભોજનને વધારે મહત્વ આપે છે. જેના કારણે છાતીમાં બળતરા થવી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા પેટમાં બનતા એસિડનું કારણ બની શકે છે. છાતીમાં થતી બળતરા ખાસ કરીને ગરમીમાં વધારે થાય છે જેનાથી લોકો ખૂબ પરેશાન રહે છે.

જ્યારે આ સમસ્યા વધે છે તો છાતીમાં દુખાવો, જકડન અને બેચેની થવા લાગે છે. ક્યારેક આ સમસ્યા ખૂબ વધી જાય છે તો ડોક્ટરની સલાહ લેવી પડે છે. તે સિવાય કેટલાક ઘરેલું નુસખાનો ઉપયોગ કરવાથી પણ આ બળતરાથી છૂટકારો મેળવી શકાય છે.

લીંબુ
   
લીંબુમાં એસિટિક એસિડ હોય છે જે છાતીમાં થતા બળતરાથી રાહત અપાવે છે. રોજ લીંબુ પાણી પીવાથી ખૂબ ફાયદો મળે છે. તેનાથી ન ફક્ત બળતરા દૂર થાય છે પરંતુ પેટમાં થતા ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

પાણી પીઓ

એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ અને બે ચમચી સફરજનનું વિનેગર ઉમેરીને રોજ પીઓ. તે સિવાય છાતીમાં થતી બળતરા દરમિયાન પાણી પરી લેવાથી એસિડ પાછું જતું રહે છે અને બળતરા ઓછી થઇ જાય છે.

આદુ

આદુ પણ ખૂબ અસરકારક નુસખો છે. જેથી છાતીમાં બળતરા થવા પર ભોજન કર્યા પછી આદુ ચાવીને ખાઓ. તે સિવાય તમે આદુની ચા બનાવીને પણ પી શકો છો. તેનાથી ખૂબ રાહત મળશે.

તુલસી

તુલસીમાં કેટલાક કુદરતી ગુણ રહેલા છે. જેના ઉપયોગથી કેટલીક બીમારીઓ ચપટીમાં ગાયબ થઇ જશે. જ્યારે છાતીમાં બળતરા થઇ રહી છે તો સવારે ઉઠીને તુલસીના પાનને ચાવો. તુલસીથી પેટ ઠંડુ રહે છે અને બળતરાથી રાહત મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન