Health If you want a very thin waist, do this 2 work, fat will also reduce
  • Home
  • Featured
  • એકદમ પાતળી કમર જોઇએ છે તો કરો બસ આટલું, ચરબી પણ સડસડાટ ઘટશે

એકદમ પાતળી કમર જોઇએ છે તો કરો બસ આટલું, ચરબી પણ સડસડાટ ઘટશે

 | 9:44 am IST

પાતળી અને આકર્ષક કમર કોને પંસદ નથી હોતી જો મતે તમારી કમરને પાતળી બતાવવા માંગો છો તો યોગથી બેસ્ટ ઉપાય અન્ય કોઇ નથી. યોગ તમારા પેટની ચરબીને ઓછી કરે છે. જો તમારી કમર પહોળી છે તો યોગ કરીને કમરને પાતળી અને આકર્ષક બનાવી શકો છો. આવો જોઇએ એવા બે યોગ જેને રોજ કરવાથી તમે એકજ મહિનામાં કમરને પાતળી બનાવી શકશો.

ત્રિકોણાસન

ત્રિકોણાસન સંસ્કૃતના બે શબ્દો ત્રિકોણ અને આસનથી મળીને બન્યો છે. તેનો મતલબ ત્રિકોણ થાય છે. ત્રિકોણાસન તમારી હેલ્થનું સારી રીતે ધ્યાન રાખે છે. ત્રિકોણાસન શરીરના અલગ અંગો જેવા કે પેટ, હિપ્સ અને કમરથી ચરબીને ઓછી કરવામાં હેલ્પ કરે છે. ત્રિકોણાસનનો સૌથી મોટો ફાયદો એજ છે કે તેને કોઇપણ સમયે કોઇપણ જગ્યા પર સહેલાઇથી કરી શકાય છે. કોઇપણ વ્યક્તિ કોઇ તૈયારી વગર સહેલાઇથી તેને કરી શકે છે. સાથે જ ત્રિકોણાસન કરવા માટે તમારા સાથળ અને પેટના સ્નાયુઓમાં સ્ટ્રેચ આવે છે. તેનાથી તમારા કરોડ રજ્જુના હાડકાં મજબૂત થાય છે. સાથે તે કરવાથી તમારી કમર પાતળી થાય છે.

નૌકાસન

આ યોગ કરવાથી શરીરનો આકાર હોળી જેવો થઇ જાય છે. જેથી તેને નૌકાસન કહે છે. જો તમે તમારી કમરને પાતળી કરવા માંગો છો તો તમે રોજ નૌકાસન કરો. જેનાથી તમારી કમરને પાતળી કરી શકો છો. સાથે જ નૌકાસન તમારા પેટ અને હિપ્સને ફ્લેક્સીબલ બનાવે છે અને કરોડરજ્જુને મજબૂત બનાવવાનું કામ કરે છે અને ડાઇજેશનમાં સુધારો કરે છે તે સિવાય તે તમારા સ્નાયુને મજબૂત કરે છે અને શરીરમાં બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થવાથી ચહેરામાં ચમક આવે છે. ડાયાબિટીસથી પીડત મહિલાઓએ નૌકાસન કરવું જોઇએ જેથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

આ પણ જુઓ ; 

CJI રંજન ગોગોઈ સાથે અધિકારીઓ કરશે મુલાકાત F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન