હોમિયોપેથિક દવા લેતા પહેલા જાણી લો તેના જરૂરી નિયમ - Sandesh
  • Home
  • Health & Fitness
  • હોમિયોપેથિક દવા લેતા પહેલા જાણી લો તેના જરૂરી નિયમ

હોમિયોપેથિક દવા લેતા પહેલા જાણી લો તેના જરૂરી નિયમ

 | 6:32 pm IST

હોમિયોપેથિક દવાઓની કોઇ સાઇડ- ઇફેક્ટ નથી હોતી. જ્યાં એલોપેથિક દવાઓ બિમારીને સારી કરી દે છે. તો હોમિયોપેથિક ધીમે-ધીમે બિમારીને જડમૂળથી ખતમ કરે છે. આ દવાઓની અસર તો લોકોમાં વધારે જોવા મળે છે. જ લોકો દારૂ, ગુટકા, ધુમ્રપાનનું સેવન નથી કરતા. આ દવાઓને ખાવનો નિયમ અને ફાયદા અલગ હોય છે. જો નિયમોને ફોલો ન કરવામાં આવે તો વ્યક્તિની સારી થવાની સંભાવના ઓછી હોય છે. જેથી હોમિયોપેથિક દવાઓનું સેવન કરતા પહેલા તેના નિયમો જાણી લો.

દવાની બોટલને ખુલ્લી ન મૂકો
હોમિયોપેથિક દવાઓની ડબ્બીઓને ક્યારેય ખુલ્લી ન મૂકવી જોઇએ. ગરમ જગ્યા પર રાખવાથી તેનું લિક્વિડ ઉડી જાય છે અને તેમા ફક્ત ખાંડ જ રહી જાય છે. જેના કારણે આ દવાની કોઇ અસર થતી નથી.

નશાનો ઉપયોગ ન કરો
હોમિયોપેથિક દવાઓના સેવન કરતા પહેલા અને બાદમાં કોઇપણ પ્રકારના નશાનું સેવન ન કરવું જોઇએ. કારણકે નશામાં કેફિનનું પ્રમાણ વધારે હોય છે. જેથી શરીરમાં દવાની અસર થતી નથી.

હથેળી પર લઇને ન ખાવી
હોમિયોપેથિક દવાને ઢાંકણની મદદથી મોંમાં મુકવી જોઇએ. કારણકે તેને હાથમાં લેવાથી તેની પર લાગેલું લિક્વિડ હાથમાં રહી જાય છે. જેથી દવાની કોઇ અસર થતી નથી.

દસ મિનિટ કઇ ન ખાવું
આ દવાઓનું સેવન કરવાની આસપાસ 10 મિનિટ બાગ કોઇપણ વસ્તુનું સેવન ન કરવું જોઇએ. ઘ્યાન રાખો કે હોમિયોપેથિક દવાઓનું સેવન કરો છો તો ચા અને કોફી ન પીવી જોઇએ.

ડોક્ટરની સલાહથી દવા લેવી
કેટલીક વાર લોકો ઘરમાં પડેલી કોઇપણ દવાનું સેવન કરી લે છે. જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જેથી ડોક્ટરની સલાહ લઇને દવાઓનું સેવન કરવું ખૂબ જરૂરી છે.