health Increase in immune system, make these things intact
  • Home
  • Featured
  • રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો, કરો આ વસ્તુઓનું સેવન

રોગ પ્રતિકારક શક્તિમાં થશે વધારો, કરો આ વસ્તુઓનું સેવન

 | 5:00 pm IST

શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીથી લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય હોવી ખૂબ જરૂરી હોય છે. રોગ પ્રતિકારક શક્તિમાં ઉણપ આવી જાય તો વ્યક્તિ જલદી બીમારીની ઝપટમાં આવી જાય છે. તેને મજબૂત રાખવા માટે યોગ્ય ડાયેટનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેનાથી વિટામિન, મિનરલ્સ, કેલ્શ્યિમ, ખનિજ પદાર્થ સહિતની દરકે વસ્તુની ઉણપ પૂરી થઇ જાય છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે તમે તમારા આહારમાં કેટલાક જરૂરી તત્વોને સામેલ કરી શકો છો.

બદામ

રોજ રાત્રે સૂતા પહેલા 8-10 બદામ પલાળીને સવારે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમા રહેલા ફાઇબર પેટને પણ સ્વસ્થ રાખે છે. જે શરીરમાં બી-ટાઇપ કોશિકાઓની સંખ્યાને વધારવાનું કામ કરે છે. આ કોશિકાઓ એન્ટીબોડીનું નિર્માણ કરે છે. જે ખરાબ બેક્ટેરિયાને ખતમ કરવાનું કામ કરે છે અને શરીરને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

લસણ

કુદરતી એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર લસણ ઇન્ફેક્શન અને બેક્ટેરિયાથી લડવામાં મદદરૂપ છે. જે ઇન્ફેક્શન અને બેક્ટેરિયાથી લડવામાં મદદરૂપ સાબિત થાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે દિવસમાં 1-2 વખત ગ્રીન ટી જરૂરથી પીવી જોઇએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગ્રીન ટીનું સેવન જરૂરિયાતથી વધારે ન કરવું જોઇએ.

વિટામિન ડી યુક્ત આહાર

વિટામિન ડી યુક્ત આહાર આપણા માટે ખૂબ જરૂરી છે. તેનું સેવન કરવાથી રોગથી લડવાની શક્તિ સારી રહે છે. જે હાડકાને મજબૂત કરવામાં ખૂબ અસરકારક છે. તે સિવાય હૃદયને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન