સાવધાન! આ વસ્તુના સેવનથી વધી શકે છે સોરાયસિસનો ખતરો - Sandesh
  • Home
  • Health & Fitness
  • સાવધાન! આ વસ્તુના સેવનથી વધી શકે છે સોરાયસિસનો ખતરો

સાવધાન! આ વસ્તુના સેવનથી વધી શકે છે સોરાયસિસનો ખતરો

 | 3:20 pm IST

સોરાયસિસ એક સ્કિન પ્રોબ્લેમ છે. આ સમસ્યા વધારે હાથ-પગ, પગના તળિયામાં, કોણી, ઘુંટણ અને પીઠ પર થાય છે. આ બિમારી થવાથી ત્વચા પર લાલ અને સફેદ રંગના ધબ્બા પડી જાય છે. તે સિવાય ધબ્બા વાળી જગ્યા પર ખંજવાળ પણ આવવા લાગે છે. સોરાયસિસ ખાસકરીને શિયાળાની ઋતુમાં થાય છે. આ બિમારી અનેક ખોરાકના કારણે પણ થઇ શકે છે. આજે અમે તમને જણાવીશું કે કયા ખોરાક લેવાથી સોરાયસિસ થઇ શકે છે. જો સમય જતા તમે તે ખાદ્ય પદાર્થોને ખાવાનું બંધ ન કર્યું તો સમસ્યા વધી શકે છે. તો આવો જોઇએ તે આહાર અંગે..

આલ્કોહોલ
જે લોકોને સોરાયસિસની સમસ્યા હોય છે તે લોકોએ દારૂનું સેવન બિલકુલ પણ ન કરવું જોઇએ. રોજ દારૂ પીવાથી રેડ સેલ વધવા લાગે છે. જેના કારણે સફેદ સેલ્સ અને ટી સેલ્સની સાથે મિક્સ થાય છે. જેનાથી શરીરમાં સોરાયસિસ થવા લાગે છે. આ બિમારીથી બચવા માટે દારૂ તેમજ નશીલા પદાર્શોનું સેવન ન કરવું જોઇએ.

ડેરી પ્રોડક્ટ
ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, ઘી, પનીર, છાશ સહિતમાં પ્રોટીન અને કેલ્શ્યિમ સારા પ્રમાણમાં હોય છે. આ વસ્તુઓ અને ખાસ કરીને ગાયના દૂધનું સેવન કરવાથી સોરાયસિસની સમસ્યા થઇ શકે છે. ગાયના દૂધમાં એરેકિડોનિક એસિડ હોય છે જેથી આ બિમારી થાય છે.

જંક ફૂડ
જંક ફૂડમાં સૈચુરેટેડ, ટ્રાન્સ ફેટ અને શુગરનુ પ્રમાણ વધારે હોય છે. તેને ખાવાથી શરીરને ઘણી બિમારીઓનો સામનો કરવો પડે છે. તેમાથી એક સોરાયસિસ છે. સોરાયસિસની સમસ્યા થવા પર પણ જંક ફૂડનું સેવન કરવાથી વ્યક્તિને હૃદયની બિમારી થવાનો પણ ખતરો રહે છે.

ગ્લૂટેનથી ભરપૂર આહાર
ઘઉં, જવ અને રાઇમાં ગ્લૂટેન પ્રોટીન વધારે હોય છે. તેને ખાવાથી ઘણા લોકોને સોરાયસિસની સમસ્યા હોય શકે છે. તેના સેવનથી તમારી ત્વચામાં બદલાવ થવા લાગે છે.

ખાટા ફળ
તે સિવાય સાઇટ્રસ ફૂ઼ડ જેવા કે નારંગી, લીંબુ સહિતના સોરાયસિસ થવા લાગે છે. આ બિમારીથી ગ્રસ્ત લોકોએ તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઇએ