Health Increasing weight shrinks the brain
  • Home
  • Featured
  • વધતા વજનથી સંકોચાઇ જાય છે મગજ, સ્ટડીનો દાવો

વધતા વજનથી સંકોચાઇ જાય છે મગજ, સ્ટડીનો દાવો

 | 3:13 pm IST

આજકાલ ખાસ કરીને લોકો વધતા વજનની સમસ્યાથી પીડાય છે. ખરાબ ડાયેટ અને લાઇફસ્ટાઇલના કારણે લોકોના પેટ પર વધારે ચરબી એકઠી થઇ જાય છે પરંતુ તમને જાણીને હેરાની થશે કે પેટની ચરબી વ્યક્તિના મગજને ગંભીર રીતે અસર કરે છે. જોકે, પેટ પર રહેલી ચરબીથી મગજના ક્રિયાશીલ પદાર્થ કે બુદ્ધિ ઓછી થવા લાગે છે. આ વાતની પુષ્ટિ હાલમાં એક સ્ટડીના રિપોર્ટમાં કરવામાં આવી છે.

સ્ટડી મુજબ મગજના ક્રિયાશીલ પદાર્થમાં મગજની નજીક 100 બિલિયન નર્વ કોશિકાઓ રહેલા હોય છે. જ્યારે સફેદ પદાર્થમાં નર્વ ફાઇબર હોય છે. જે મગજના ભાગ સાથે જોડાયેલ હોય છે.

Loughborough Universityમાં મધ્ય વર્ગના આશરે 9652 લોકો પર થયેલા અભ્યાસમાં દરેક લોકોના બોડી માસ ઇંડેક્સ અને કમરથી હિપની તપાસ કરવામાં આવી. પરિણામમાંથી 5માંથી લગભગ 1 વ્યક્તિ વધતા વજનથી પીડિત મળ્યા.

આ અભ્યાસના પરિણામને ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા. શોધકર્તાઓએ અભ્યાસમાં સામેલ લોકોના મગજના વોલ્યૂમ અંગે માલૂમ કરવા માટે તેમના મગજનો MRI સ્કેન કર્યું.

અભ્યાસના પરિણામમાં સામે આવ્યું કે 1291 લોકો, જેમની બોડી માસ ઇંડેક્સ 30 કે તેનાથી વધારે હતું. તેમના મગજના ક્રિયાશિલ પદાર્થના વોલ્યૂમ ઓછા મળ્યા. અભ્યાસના રિપોર્ટ મુજબ, વજન કે વધતા વજનથી પીડિત લોકોવના મગજનો થોડોક ભાગ સંકોચાવવા લાગ્યો.