સંકોચ રાખ્યા વિના આ રીતે પુત્રીને માસિક અંગે આપો માહિતી - Sandesh
  • Home
  • Health & Fitness
  • સંકોચ રાખ્યા વિના આ રીતે પુત્રીને માસિક અંગે આપો માહિતી

સંકોચ રાખ્યા વિના આ રીતે પુત્રીને માસિક અંગે આપો માહિતી

 | 4:11 pm IST

પીરિયડ્સ એક એવી કુદરી પ્રક્રિયા છે. જેનાથી દરેરક મહિલાઓએ પસાર થવું પડે છે.પીરિયડ્સની શરૂઆત 12 થી 14 વર્ષની ઉંમર વચ્ચે થાય છે. બદલાતી લાઇફ સ્ટાઇલની સાથે આ સમસ્યા ઘરની ચાર દિવાલમાં નહી પરંતુ ખુલીને તેની પર ચર્ચા થવા લાગી છે. પરંતુ આજે પણ ઘણી મહિલાઓ છે. જે આ વિષય પર ખુલીને વાત કરવાથી ડરે છે. એટલું જ નહી એક માતા તેની પુત્રીને જાણકારી આપવાથી શર્માય છે. પરંતુ પુત્રીને આ અંગે સમય આવવા પર યોગ્ય જાણકારી આપવી ખૂબ જરૂરી છે. જે માતાની જવાબદારી પણ છે. એવામાં અમે તમને ઘણી એવી ટિપ્સ જણાવીશું. જેને ફોલો કરીને તમારી પુત્રી પીરિયડ્સથી જોડાયેલી વાત કરી શકો છો.

હોર્મોનલમાં બદલાવ
પુત્રીને પહેલા મહિલાઓના શરીરમાં થનારા હોર્મોનલ બદલાવ અંગે જાણકારી આપવી જોઇએ. તેમજ આ વાત પણ જણાવવી જોઇએ કે આ બદલાદથી મહિલાઓમાં ચિડિયાપણું અને તણાવ થવો સ્વાભાવિક છે. વધુમાં આ પ્રક્રિયા કોઇ યુવતીમાં નહી પરંતુ આ ઉંમરની દરેક યુવતીઓમાં થાય છે.

સાફ-સફાઇની જાણકારી આપવી
પીરિયડ્સી જાણકારી આપતા કહો કે આ એક કુદરતી પ્રક્રિયા છે. જેમાથી દરેક યુવતીએ પસાર થવું પડે છે. આ પ્રક્રિયા તેમની સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમજ નેપકીનનો ઉપયોગ કરવા અને તેને ડિસ્પોજ કરવા, સાફ-સફાઇને લઇને જાણકારી આપવી જોઇએ.

ટીવી-પુસ્તકથી માહિતી
ઘણી યુવતીઓને આ અંગે બહુ ઓછી જાણકારી હોય છે. જેના કારણે ફર્સ્ટ ટાઇમ પીરિયડ્સ આવવાથી યુવતીઓ ગભરાઇ જાય છે. જેથી સમય પર તે લોકોને આ જાણકારી આપવી ખૂબ જરૂરી છે. ટીવીમાં આવનારી નેપકિનની જાહેરાત અંગે તમારી પુત્રી સવાલ કરે તો તે સમયે તેને પીરિયડ્સની જાણકારી આપવી બેસ્ટ હશે.

સેનેટરી નેપકીનની જાણકારી
તમે તમારી પુત્રીને સેનેટરી નેપકીનની જાણકારી આપો. નેપકીનને યુઝ કરવાની રીત અને કેટલા સમયમાં ચેન્જ કરવું જોઇએ. શરૂઆતમાં તમારી પુત્રી માટે આ માહિતી ખૂબ અગત્યની છે. જેથી આ અંગે કોઇ શરમ રાખ્યા વગર જાણકારી આપવી જોઇએ.