Health Is drinking tea beneficial or harmful to humans? Special reading
  • Home
  • Featured
  • ચા પીવી એ માનવી માટે ફાયદાકારક કે નુકસાનકારક? ખાસ વાંચવા જેવું

ચા પીવી એ માનવી માટે ફાયદાકારક કે નુકસાનકારક? ખાસ વાંચવા જેવું

 | 2:20 pm IST

નિયમિત રીતે ચા પીનારા લોકોનું મગજનો પ્રત્યેક ભાગ ચા ન પીનારાની તુલનામાં યોગ્ય રીતે સંગઠિત હોય છે. એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. મગજના પ્રત્યેક ભાગને વ્યવસ્થિત રહેવું સ્વસ્થ સંજ્ઞાનાત્મક ક્રિયાથી જોડાયેલું છે. આ પરિણામ સુધી પહોંચવા માટે અધ્યયનમાં 36 વર્ષના લોકોને ન્યૂરોઇમેજિંગ ડેટા બનાવવામાં આવ્યો હતો.

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સહાયક પ્રોફેસર અને ટીમ નેતા ફેંગ લેઇએ કહ્યું , અમારા પરિણામ મગજના બંધારણ પર ચા પીવાના પરિણામોથી પડનારા સકારાત્મક યોગદાનની પ્રથમ વખત પુષ્ટિ કરે છે અને દર્શાવે છે કે નિયમિત રીતથી ચા પીનારા મગજ તંત્રમાં ઉંમરના કારણે આવનારા પતનને રોકે છે.

શોધકર્તાઓને કહ્યું કે પૂર્વના અધ્યયનોમાં દર્શાવવામાં આવ્યું છે કે ચા પીવી માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે અને તેના સકારાત્મક પ્રભાવોમાં સુધાર થવો અને હૃદય તેમજ નસો સંબંધી બીમારીથી બચવું સામેલ છે. આ અધ્યયન 2015થી લઇને 2018ની વચ્ચે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમર વાળા 36 વૃદ્ધો પર કરવામાં આવ્યું જેમા તેમનું સ્વાસ્થ્ય, લાઇફસ્ટાઇલ અને મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સંબંધી ડેટા એકઠા કરવામાં આવ્યા.

સહભાગીઓના સંજ્ઞાનાત્મક પ્રદર્શન અને ઇમેજિંગથી આવેલા પરિણામોના આકારણી બતાવે છે કે જે લોકો આશરે 25 વર્ષ સુધી અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર વખત ગ્રીન ટી, બ્લેક ટી પીએ છે. તેમના મગજનો ભાગ વધારે અસરકારક રીતે એકબીજાથી જોડાયેલો હોય છે. આ અધ્યયન ‘એજિંગ’માં પ્રકાશિત થયો છે.

આ પણ જુઓ : 

ટ્રાફિકનાં નિયમના મુંઝવણનો અંત મેળવવા વાત કરીએ ટ્રાફિક ડીસીપી સાથે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન