Health Keep anemia, special attention to these things
  • Home
  • Featured
  • એનીમિયાથી બચવા રાખો આ વાતોનું ખાસ ધ્યાન

એનીમિયાથી બચવા રાખો આ વાતોનું ખાસ ધ્યાન

 | 4:07 pm IST

એનીમિયા ત્યારે થાય છે જ્યારે લોહીમાં પૂરતા સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓ એટલે કે હીમોગ્લોબીનની ઉણપ થઇ જાય છે. જો શરીરમાં ઓછા કે અસામાન્ય હીમોગ્લોબીન હોય તો તમારા શરીરે પૂરતો ઓક્સિજન મળતો નથી જેના કારણે થાકનો અનુભવ થવા લાગે છે. મહિલાઓ, બાળકો અને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓથી પીડિત લોકોની શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી થઇ જાય છે અને તેમણે એનીમિયા સહેલાઇથી જકડી લે છે.

એનીમિયાના લક્ષણ
થાક, કમજોરી, ત્વચામાં પીળાશ, હૃદયના ધબકારા અસામાન્ય થવા,ચક્કર આવવા, છાતીમાં દુખાવો, હાથ અને પગ ઠંજા થવા, માથામાં દુખાવો થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આ કારણથી થાય છે એનીમિયા
– જો તમે સ્વસ્થ આહાર નથી લઇ રહ્યા તો તમારા આહારમાં આર્યન, વિટામીન બી-12 અને ફોલેટની ઉણપ હોય, તો એનીમિયા થવાનું જોખમ થઇ શકે છે.
– જો તમે ગર્ભવતી છો અને ફોલિક એસિડની સાથે મલ્ટી વિટામીન નથી લેતા તો તમારામાં એનીમિયાનું જોખમ છે.
– જો તમે લાંબા સમયથી કોઇ બીમારી જેવી કે કેન્સર કે કોઇ અન્ય બીમારી થાય તો તમને એનીમિયા થઇ શકે છે. કારણકે આ બીમારીઓના કારણે લાલ રક્ત કોશિકાઓની ઉણપ થઇ શકે છે.
– જો તમારા પરિવારમાં એનીમિયા થવાનો ઇતિહાસ હોય, તો તમને સિકલ સેલ એનીમિયા થઇ શકે છે.

બચાવ
પાલક
પાલકમાં કેલ્શ્યિમ, વિટામિન એ, વિટામિન બી9, વિટામિન ઇ, વિટામિન સી, આર્યન, ફાઇબર, બીટા કેરોટીન હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

સોયાબીન
સોયાબીન આર્યન અને પ્રોટીનથી યુક્ત હોય છે અને લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરવામાં મદદ કરે છે.

બીટ
લાલ રંગનું બીટ આર્યન યુક્ત હોય છે. જે તમારા લાલ રક્ત કોશિકાઓને સારા કરવાની સાથે જ તેને ફરીથી સક્રિયા બનાવે છે.

ટામેટા
ટામેટામાં વિટામીન સી અને લાઇકોપીન હોય છે જે આર્યનનું અવશોષણ કરવામાં મદદ કરે છે.

દાડમ
દાડમ વિટામીન સી અને આર્યન યુક્ત હોય છે. જે શરીરના રક્ત પ્રવાહ અને એનીમિયામાં લક્ષણો જેવા કે થાક, ચક્કર આવવા અને સાંભળવામાં સમસ્યામાં પણ સુધારો આવવા લાગે છે.