Health Keep it closed today and keep condoms in pocket and Purse
  • Home
  • Featured
  • સાવધાન! આજે જ બંધ કરો ખીસા અને પર્સમાં કોન્ડોમ રાખવાનું, નહીંતર..

સાવધાન! આજે જ બંધ કરો ખીસા અને પર્સમાં કોન્ડોમ રાખવાનું, નહીંતર..

 | 11:06 am IST

કેટલીક વખત યુવકો તેમના ખીસામાં કે પર્સમાં જ કોન્ડોમ સ્ટોર કરીને રાખે છે. જેથી અચાનક જરૂરત પડે તો તેમને બહાર લેવા ન જવું પડે. પરંતુ, શુ તમે જાણો છો કે આ રીતે પર્સ અને ખીસામાં કોન્ડમ સ્ટોર કરીને રાખવા સુરક્ષિત હોય છે કે નહીં?

શોધકર્તાઓની માનીએ તો આ વાત સાબિત થઇ ગઇ છે કે ખીસામાં કે પર્સમાં કોન્ડોમ રાખવું કોઇ પ્રયોગ કર્યા વગર કોન્ડોમ બરાબર જ છે. તમે ભલે સુરક્ષાના હિસાબથી ઇમરજન્સી માટે કોન્ડોમ સાથે રાખો છો પરંતુ ખીસામાં કે પર્સમાં રાખીને તમે તેની અસર અજાણત ઓછી કરી દો છો.

આ જગ્યા પર કોન્ડોમ સ્ટોર કરીને રાખવાથી ઘણા કારણોસર કોન્ડોમ ડેમેજ થઇ શકે છે. તૂટી ગયેલા કોન્ડોમનો ઉપયોગ કરવાથી એસટીઆઇનો ખતરો વધી જાય છે અને તેને પોકેટમાં રાખવાથી જીવાણું પણ ફેલાવાનો ખતરો વધારે રહે છે.

શોધકર્તાઓએ ખુલાસો કર્યો છે કે ગરમી, મોઇશ્ચર, ફ્રિક્શન અને લાઇટની અસરથી કોન્ડોમની ક્વોલીટી પર અસર પડે છે અને તે ખરાબ થઇ જાય છે. જેથી તેનો ઉપયોગ કરી શકાય નહી. પર્સ અને ખીસા જેવી જગ્યાએ કોન્ડોમ રાખવા માટે ગરમ માનાવમાં આવે છે અને આ રીતે તાપમાન વધવાથી લેટેક્સ પર અસર પડે છે અને તે કોન્ડોમની અસર ઓછી કરે છે. તેનો ફાટી જવાનો પણ ખતરો રહે છે. તમે તેને ઠંડી જગ્યા પર સ્ટોર કરી રાખવું જોઇએ.

જો તમે પણ ખીસામાં કે પર્સમાં કોન્ડોમ લઇને ફરો છો તો આજે જ આ કામ બંધ કરી દો અને તેને કોઇ ઠંડી જગ્યા પર રાખવાનું શરૂ કરો.