Health Keep on this part of the body ice cube, the stress will move in the Feng Fu Chinese acupuncture
  • Home
  • Featured
  • શરીરના આ અંગ પર મૂકો બરફનો ટૂકડો, ચપટીમાં દૂર થશે દરેક પ્રકારના દુખાવા

શરીરના આ અંગ પર મૂકો બરફનો ટૂકડો, ચપટીમાં દૂર થશે દરેક પ્રકારના દુખાવા

 | 12:20 pm IST

ઋતુ બદલાતા જ લોકો ઘણી બીમારી થઇ જાય છે. એવા સમયે શરીરમાં અનેક ભાગમાં ગંભીર દુખાવો થવા લાગે છે, શુ તમને ખબર છે કે ખાસ કરીને લોકોને વાતાવરણ બદલાતા માઇગ્રેન કે માથાના દુખાવા જેવી સમસ્યા પણ થવા લાગે છે. કેટલાક લોકોને કમરમાં દુખાવાની ફરિયાદ પણ રહે છે. એવામાં આ દુખાવાને ઓછો કરવા માટે તમે ડોક્ટરની દવા લો છો તે કેટલાક લોકો ઘરેલું ઉપાયની મદદથી શારીરિક દુખાવો દૂર કરવાની કોશિશ કરે છે. જોકે, અમે તમને બરફનો એક એવો ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવીને તમે ચપટીમાં શરીરના દુખાવાથી રાહત મેળવી શકો છો.

શુ તમે જાણો છો કે ચીનમાં લોકોને એવો વિશ્વાસ છે કે શરીરમાં ઘણા એવા પોઇન્ટ હોય છે જેને પ્રેસ કરવાથી દુખાવાથી આરામ મળે છે અને તે લોકો એક્યુપ્રેશર રીત અપનાવીને તેનો પણ ઇલાજ કરે છે. બરફના ટૂકડાનો ઉપયોગની ટેકનિક પણ તે લોકોએ શોધી હતી જેને આઇસ ક્યૂબ ટ્રિકનું નામ આપવામાં આવ્યું છે. આઇસ ક્યૂબ ટ્રિક ટેકનીકને એપ્લાય કરવી ખૂબ સહેલી છે.

દુખાવામાં આરામ અને સારી ઉંઘ

બરફના ટૂકડાને ગરદનની પાછળના ભાગ પર ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રાખી દો. તે ધીમે-ધીમે પીગળવા લાગશે. આ પોઇન્ટને ચીની લોકો ફેંગ ફૂ કહે છે. બરફ રાખવાથી 40 સેકન્ડ બાદ તમને બરફની ઠંડકનો અનુભવ થશે જે બાદ તમને દુખાવામાં આરામ મળવાનો શરૂ થઇ જશે. આ ટેકનિકને કર્યા ન માત્ર દુખાવામાં આરામ મળશે. પરંતુ ઉંઘ પણ ખૂબ સારી આવશે. બરફની આ ટ્રિકથી તમને તણાવ પણ છૂમંતર થઇ જશે.

બરફની ઠંડક માંસપેશીઓને આરામ પહોંચાડે છે

તે સિવાય તમે બરફને કમર પર પણ રાખી શકો છો. કમરના ઉપરના ભાગમાં બરફ રાખવાથી તેની ઠંડક તમારા શરીરના નીચેના ભાગના દુખાવાને આરામ આપળે, જો તમારી કમરમાં, પગમાં કે બટ પર દુખાવો થાય છે તો તે ખૂબ આરામ પહોંચાડશે. જોકે, બરફની ઠંડક માંસપેશીઓને આરામ પહોંચાડે છે અને બ્લડ સર્કુલેશનને નોર્મલ કરે છે.

આ પણ જુઓ : ટ્રાફિકના નવા નિયમની જાહેરાત બાદ ગુજરાતમાં હેલ્મેટની તંગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન