Health Kidney, disinfected skin fades in the swirl of swimming
  • Home
  • Featured
  • સ્વિમિંગના ચક્કરમાં ફેલ થઇ કિડની, જીવાણુ ખાઇ ગયા ચામડી

સ્વિમિંગના ચક્કરમાં ફેલ થઇ કિડની, જીવાણુ ખાઇ ગયા ચામડી

 | 8:48 am IST

પુલમાં નાહવું મિત્રો તેમજ બાળકો સાથે એન્જોય કરવું ખૂબ સારુ લાગે છે. પરંતુ શુ ક્યારેય કોઇએ વિચાર્યું છે કે પુલમાં સ્નાન કરવાથી સ્વાસ્થ્ય માટે ગંભીર હોય છે. હાલમાં 50 વર્ષના ડેવિટને પુલમાં તેના બે બાળકોની સાથે સ્નાન કરવું ભારે પડ્યું. પુલમાં સ્નાન કરવાના કારણે ડેવિટ આ સમયે ન માત્ર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું પરંતુ તેને 3 વખત સર્જરી પણ થઇ ચૂકી છે.

ડેવિટની 25 ટકા ત્વચા નીકાળવી પડી અને ફેલ થઇ કિડની

50 વર્ષીય ડેવિટ આયરલેન્ડમાં ફ્લૂના લક્ષણ દેખાવવા પર તેને ફ્લોરિડાના હોસ્પ્ટિલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો. તપાસ બાદ માલૂમ પડ્યું કે તેને એસ્ટ્રેપ્ટોકોકસના ફ્લેશ ઇટિંગ બિમારી છે તેમા માંસ ખાનારા જીવાણું (flesh-eating bacteria) એ તેની ત્વચાને એટલી ગંભીર રીતે ખરાબ કરી દીધી છે કે ડોક્ટર્સે તેની 25 ટકા ત્વચા સર્જરીના માધ્યમથી નીકાળવી પડી. ડોક્ટર્સ દ્વારા તેની ખરાબ ત્વચા નીકાળવા માટે 3 પ્રકારની સર્જરી કરવી પડી. એટલું જ નહીં કિડની પણ ફેલ થઇ ગઇ છે. પરંતુ તેમનું બ્લડ પ્રેશર અને લિવર ખતરાથી બહાર છે.

આવો જોઇએ કેવી રીતે સંક્રમણ અસર કરે છે

તાજા પાણીમાં રહેલા છે જીવાણુ

એનવાઇયુ લેંગવન હેલ્થમાં સહાયક પ્રોફેસર તેમજ સંક્રમણ રોગના નિષ્ણાંત એમડી વેનેસા અનુસારા તાજા તેમજ ખારા પાણીમાં માંસ ખાનારા જીવાણું રહેલા છે જે પુલ તેમજ હોટ ટબમાં આ સંક્રમણ તેમજ બેક્ટેરિયા ઓછા હોય છે કારણકે આ પાણીમાં ક્લોરિન હોય છે પંરતુ કેટલીક વખત ક્લોરિન હોવા છતા જીવાણું પૂર્ણ રીતે ખતમ થતા નથી. તેની અસર ઓછી થઇ જાય છે.

આ સ્થિતિમાં ન જાઓ પાણીમાં

આ બેક્ટેરિયા સામાન્ય રીતે ત્વચા પર વાગેલી કોઇ ઇજા, બળતરા કે ચકામા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે તે એક વખત શરીરમાં જતા રહે છે તો તે ખૂબ ઝડપથી ફેલાઇ જાય છે. જેથી જ્યારે શરીર પર કોઇપણ પ્રકારની ઇજા હોય તો પાણીમાં ન જાઓ.

લક્ષણ

– ત્વચા પર લાલાશ કે સોજા આવવા
– શરીરમાં સખત દુખાવો
– તાવ આવવો
– સંક્રમણ વધવાથી પરૂ થઇ જાય
– ત્વચાનો રંગ બદલાઇને ચાંદા પડી જાય

આ રીતે કરો બચાવ

આ સંક્રમણ શરૂઆતમાં એન્ટી બાયોટિકનો ઉપયોગ કરો. જો તમને મોડા ખબર પડે છે જે કારણથી ટિશ્યૂ વધારે ખરાબ થઇ જાય છે જેથી જલદી મૃત ટિશ્યૂને દૂર કરવા જોઇએ. જો સમયસર તેનો ઇલાજ કરવામાં ન આવે તો તે અંગોને ખરાબ કરી દે છે અને મોતનું પણ કારણ બની શકે છે.

 

આ પણ જુઓ :આ ઘરેલું વસ્તુઓથી ડેન્ગ્યું અને ચિકનગુનિયાને કહો બાય બાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન