કિડનીની સમસ્યાથી આ રીતે કરો તમારો બચાવ, જાણો કેવી રીતે - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • કિડનીની સમસ્યાથી આ રીતે કરો તમારો બચાવ, જાણો કેવી રીતે

કિડનીની સમસ્યાથી આ રીતે કરો તમારો બચાવ, જાણો કેવી રીતે

 | 2:27 pm IST

વર્તમાન સમયમાં કોઇની પાસે સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાનો સમય નથી. લાઇફમાં દરેક લોકો કામમાં જ વ્યસ્ત રહે છે. એવામાં આપણા શરીર પર ખરાબ અસર પડે છે. જે સમસ્યા આપણને વૃદ્ધાવસ્થામાં થવી જોઇએ તે ઓછી ઉંમરમાં થાય છે. આ દરેક સમસ્યામાંથી એક એવી બીમારી છે જે મહિલાઓમાં ઝડપથી ફેલાઇ રહી છે. તે છે કિડનીની સમસ્યા.. જો તમે ઇચ્છો છો કે તમને કિડનીને લગતી કોઇ સમસ્યા ન થાય તો અમે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેનાથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.

મીઠાનું પ્રમાણ ઓછું કરો
કિડનીની સમસ્યા ખસા કરીને વધારે મીઠું ખાતા લોકોને થાય છે. જો તમને કિડનીને લગતી કોઇ સમસ્યા છે તો તમે સૌ પ્રથમ મીઠુ ખાવાનું ઓછું કરો. તમને જણાવી દઇએ કે મીઠું એટલે સોડિયમ આપણી કિડની પર વધારે નકારાત્મક અસર થાય છે.

યોગ્ય પ્રમાણમાં પાણી પીઓ
તમારા શરીરમાં ઝેરી પદાર્થ એકઠા ન થાય તે માટે તમે પૂરતા પ્રમાણમાં પાણીનુ સેવન કરો. તમે દિવસમાં 2-3 લીટર પાણીનું સેવન જરૂર કરો. જો તમને કિડનીની સમસ્યા છે તો તમે ડોક્ટરને બતાવો અને તરલ પદાર્થનું સેવન કરો.

પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ
કિડનીની સમસ્યા થવાથી તમારા શરીરમાં સોડિયમ તથા અન્ય ઝેરી પદાર્થો એકઠા થવાનું શરૂ થઇ જાય છે. તેનું પ્રમાણ નિયંત્રિત રાખવા માટે તમે પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ જેવા કે ઇંડા, દાળ નોનવેજનું સેવન બંધ કરો.

લીલા શાકભાજી અને ફળ
તમે તમારા ભોજનમાં લીલા શાકભાજી અને ફળોનું સેવન વધારે કરો. તે સિવાય તમે યોગ તથા પ્રાણાયમની મદદથી તમારા બ્લડ પ્રેશર તથા શુગરને કંટ્રોલ કરી શકો છો. જોકે આ બન્ને બીમારી પણ કિડનીની સમસ્યા માટે જવાબદાર છે.

સોફ્ટ ડ્રિંક ન પીવું
જો તમે કિડનીની સમસ્યાથી પરેશાન છો તો સોફ્ટ ડ્રિંક્સ કે દારૂનું સેવન ન કરો. શરીરને પૂરતો આરામ આપો અને પૂરતી ઊંધ લો.તેમજ ધૂમ્રપાન ન કરવું જોઇએ.