Health Knowing the benefits of sleeping without a pillow, you will be surprised
  • Home
  • Featured
  • ઓશીકા વગર સૂવાથી થાય છે આ ફાયદાઓ, જાણીને તમને થશે આશ્ચર્ય

ઓશીકા વગર સૂવાથી થાય છે આ ફાયદાઓ, જાણીને તમને થશે આશ્ચર્ય

 | 3:36 pm IST

સામાન્ય રીતે માતા-પિતા તેમના બાળકોને ઓશીકા સાથે સૂવા માટે પ્રેરિત કરે છે. જેના કારણે તેઓને ઓશીકાની આદત પડી જાય છે. ઇન્ડોનેશિયામાં સૂતા સમયે ઓશીકાનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ આપણાને પૂછવામાં આવે તો આપણો એક સમાન્ય જવાબ હોય છે કે આપણું માથુ, ગરદન અને સ્પાઇનને એક દિશામાં રાખવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જેથી આરમ મળે છે. ઓશીકાની સાથે સૂવાથી આપણી ગરદન અને સ્પાઇનના સ્નાયુઓ પર સ્ટ્રેસ આવી જાય છે. જેના કારણે શરીર ઝકડાઇ જાય છે. જોકે ઘણા લોકો કહે છે કે ઓશીકા વગર સૂવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. આવો જોઇએ શુ કહે છે એક્ષપર્ટ આ અંગે,,,

નિષ્ણાંતો માને છે કે ઓશીકા વગર સૂવાથી વધારે ફાયદો થાય છે. સારી ઉંઘ આવે છે. કારણકે શરીર એક કુદરતી સ્થિતિમાં હોય છે. જ્યારે આપણે ઓશીકા વગર સૂઇ જઇએ તો ઘણી મુશ્કેલીઓ થઇ શકે છે. આવો જોઇએ ઓશીકા વગર સૂવાથી આપણા સ્વાસ્થ્ય પર શુ અસર પડે છે. ઓશીકા વગર સૂવાથી તમારા ચહેરા પર ખીલ થવાની સંભાવના ઓછી રહે છે. કારણકે જ્યારે આપણે ઓશીકાનો ઉપયોગ કરીએ છીએ તો આપણો ચહેરો ઓશીકા પર રહે છે. જેની પર ધૂળના કારણે ખીલ થઇ શકે છે.

– ઓશીકાનો ઉપયોગ કરવાથી કરચલીઓ પડે છે. કારણકે આમ કરવાથી ચહેરા પર એક દબાણ પડે છે. જે લોકો તેનો ઉપયોગ નથી કરી રહ્યા તે લોકોને કોઇ મુશ્કેલી પડતી નથી.

– જ્યારે આપણે ઓશીકાનો ઉપયોગ કરીએ છીએ તો કરોડરજ્જુની સ્થિતિ બદલાઇ જાય છે. જેથી પીઠમાં દુખાવો થવા લાગે છે. માટે ઓશીકા વગર સૂવાથી આપણી ગરદન કરોડરજ્જુની દિશામાં રહે છે. જેના કારણે પીઠમાં દુખાવો થતો નથી.

– ઓશીકાનો ઉપયોગ કરવાથી આપણી ગરદનમાં દુખાવો રહે છે અને ખાસ કરીને સવારના સમયમાં જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે વધારે દુખાવો થાય છે. કારણકે ઓશીકાના ઉપયોગથી શરીરની નર્વ ડેમેજ થવા લાગે છે અને દુખાવો થાય છે.

– ઓશીકા સાથે સૂવાથી ઉંઘ પૂરી થતી નથી.જેથી થાકનો અનુભવ થયા કરે છે. તેને ઉપયોગ ન કરવા પર સારી ઉંઘ આવે છે અને જેના કારણથી આપણી ત્વચા ફ્રેશ રહે છે. તેજમ આપણે યંગ લાગીએ છીએ.

– તકિયા વગર રહેવાથી આપણા હાડકાં સીધી રેખામાં રહે છે. જેથી આપણને કોઇ દુખાવો થતો નથી અને આપણે સ્વસ્થ રહીએ છીએ.

આ પણ જુઓ : લસણના ફોતરાનો આ રીતે ઉપયોગ કરશો, તો અનેક બીમારીઓ ભાગી જશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન