જાણો અંધારામાં સ્માર્ટફોનના ઉપયોગથી થાય છે આ નુક્શાન - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો અંધારામાં સ્માર્ટફોનના ઉપયોગથી થાય છે આ નુક્શાન

જાણો અંધારામાં સ્માર્ટફોનના ઉપયોગથી થાય છે આ નુક્શાન

 | 3:07 pm IST

આજકાલ બાળકોથી લઇને મોટા લોકોના હાથમાં સ્માર્ટફોન સામાન્ય રીતે જોવા મળે છે.તો ઘણા લોકો મોડી રાત્રે અંધારામાં પણ તેનો ઉપયોગ કરે છે. જો તમે પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તરત આ આદત છોડી દો. તેના આંખ અને દિમાગ ખરાબ અસર પડ છે. હાલમાં એક શોધ અનુસાર માલૂમ પડ્યુ છે કે જો આપણે દરરોજ 30 મિનિટ પણ અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી આંખ ડ્રાય થાય છે. જેથી રેટિના પર ખરાબ અસર પડે છે અને આંખોની રોશની ઓછી થવા લાગે છે.

અંધારામાં સ્માર્ટફોન ઉપયોગ કરવાના સાઇડ ઇફેક્ટ્સ

આંખોમાં રેડનેસ
રાત્રે મોડા સુધી ટેબલેટ કે મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખોમાં રેડનેસ અને ડ્રાયનેસની સમસ્યા થાય છે. તમારી આંખો લાલ થઇ જશે. જો તમે પણ રાત્રે અંધારમાં ફોનનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. કારણકે અંધારામાં સ્માર્ટફોનના ઉપયોગથી આંખને નુક્શાન થઇ શકે છે.

ઉંઘ પૂરી ન થવી
રાત્રે સૂતા પહેલા મોબાઇલનો ઉપયોગ કરવાથી ઉંઘ પૂરી થતી નથી. મોડી રાત્રે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી મેલાટોનિન હોર્મોનું લેવલ ઓછું થવા લાગે છે. જેથી ઉંઘ પૂરી થતી નથી.

તણાવ
જો તમે પોતાની જાતને તણાવગ્રસ્ત અનુભવો છો તો આજથી મોડી રાત્રે સૂતા પહેલા મોબાઇલનો ઉપયોગ કરવાથી આદત છોડી દો. શરીરમાં મોલાટોનિન હોર્મોન વધવા લાગે છે અને તણાવ જેવી સમસ્યામાંથી પસાર થવું પડે છે.

થાક
મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી ઉંઘ પૂરી થતી નથી. જેથી આખો દિવસ તમને થાકનો અનુભવ થયા કરે છે અને તમે અન્ય કામમાં પણ મન લાગતું નથી.

ગ્લૂકોમા
અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી બ્રેઇન સુધી સિગ્નલ લઇ જવાની ઓપ્ટિક તંત્રિકા પર ખરાબ અસર પડે છે. જેથી ગ્લૂકોમા એટલે કે મોતિયાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.