Health Make this homemade deshi medicine at home, will relieve cough
  • Home
  • Featured
  • ઉધરસથી છૂટકારો અપાવશે આ દેશી દવા, ઘરે જ બનાવો

ઉધરસથી છૂટકારો અપાવશે આ દેશી દવા, ઘરે જ બનાવો

 | 9:16 am IST

કોઇપણ ઋતુ હોય જેમા ઉધરસ થવી સામાન્ય વાત છે. ઉધરસના મામલામાં તમે પરેશાન થઇ જાઓ છો જોકે, વરસાદના દિવસોમાં સંક્રમણની સમસ્યા વધારે થવાના કારણે ઉધરસ અને ગળામાં બળતરા જેવી સમસ્યા થવા લાગે છે.

આવી ઋતુમાં તમને સ્વાસ્થયને લઇને અનેક સમસ્યાઓ થઇ શકે છે. તેમજ ઉધરસ વધવાથી તમને ગળામાં સોજો પણ આવવા લાગે છે. જેના કારણથી ભોજન કરવામાં પણ સમસ્યા થાય છે તો આજે અમે તમારા માટે એક દેશી ઉપાય લઇને આવ્યા છીએ, જેનાથી તમને લાભ થશે.

સામગ્રી઼

1 ચપટી – હળદર
1/2 ટૂકડો – આદુ
4-5 પાન – તુલસી
1 કપ – પાણી
1 ચમચી – મધ
જરૂરિયાત મુજબ – મુલેઠી

બનાવવાની રીત

– સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરી લો.

– તે બાદ તેમા હળદર, તુલસીના પાન ઉકાલી લો.

– આ પાણીને ત્યાં સુધી ઉકાળી લો જ્યાં સુધી તે ઉકળીને અડધુ રહી જાય.

– હવે તેને ગેસ પરથી ઉતારીને તેમા મધ મિક્સ કરી લો.

– જો ગળામાં સોજો અને બળતરા વધારે પ્રમાણમાં થતી હોય તો તેમા મુલેઠી પણ મિક્સ કરી લો.

આ પણ જુઓ : સ્નાયુઓને મજબૂત બનાવવા માટે અપવાવો આ આસન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન