જાણો તુલસી-દૂધનો ઉકાળો પીવાથી થશે આ લાભ - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો તુલસી-દૂધનો ઉકાળો પીવાથી થશે આ લાભ

જાણો તુલસી-દૂધનો ઉકાળો પીવાથી થશે આ લાભ

 | 8:36 pm IST

ઘરેલુ નુસ્ખાથી ઘણી એવી બિમારીઓ દૂર કરી શકાય છે. વર્ષોથી ચાલી આવેલા ઘણાં એવા નુસ્ખા હંમેશા ફાયદાકારક સાબિત થયા છે. આવી ટિપ્સ તુલસીના પાનને લઇને છે. તુલસીથી ધણી સમસ્યાઓ સહેલાઇથી દૂર કરી શકાય છે. શરદી -ઉધરસ જેવી સમસ્યા હોય તો તુલસીનો ઉકાળો પીવાથી ઘણો લાભ મળે છે. પરંતુ શુ તમે જાણો છો કે તુલસીને દુધ સાથે મિક્સ કરીને પીવાથી ઘણી બિમારીઓ દૂર થાય છે. તો ચાલો જોઇએ તુલસીના પાનને દૂધ સાથે સેવન કરવાથી શુ ફાયદા થાય છે.

તણાવ દૂર કરે
આજકાલની જીવનશૈલીને લઇને તણાવની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે. પરંતુ ગરમ દૂધમાં તુલસી મિક્સ કરીને પીવાથી તણાવ દૂર થાય છે. તે સ્ટ્રેસ હોર્મોનને નિયંત્રિત કરી ડિપ્રેશનથી બચાવે છે. જેનાથી વ્યક્તિને તણાવ ઓછો થઇ જાય છે. તે સિવાય માથામાં દુખાવો થતો હોય તો રોજ સવારે દૂધમાં તુલસી મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થાય છે.

શ્વાસ સંબંધી રોગથી છૂટકારો
જો કોઇ વ્યક્તિને અસ્થમા કે શ્વાસથી સંબંધિત રોગ હોય છે.તો તેને રોજ સવારે તુલસીના પાન સાથે દુધનું સેવન કરવું જોઇએ. તુલસી અને દુધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણોના કારણથી શ્વાસ સંબંધિત બિમારીઓથી છૂટકારો મળે છે. તે સિવાય તુલસી વાળુ દુધ ફ્લૂને દૂર કરે છે. તુલસીમાં એન્ટ ઇન્ફલેમેન્ટરી તત્વોના કારણે ફ્લૂના લક્ષણો દૂર થાય છે અને શક્તિ પ્રદાન કરે છે.

હૃદય રોગ જેવી બિમારીઓમાં રાહત
હૃદય રોગથી પીડતા લોકોએ રોજ સવારે ખાલી પેટે દૂધ અને તુલસીનું સેવન કરવું જોઇએ. તેનાથી હૃદય રોગની બિમારી દૂર રહે છે. તેમજ જો કોઇ વ્યક્તિને કિડનીમાં પથરી થવાની શરૂઆત થઇ છે. તો તુલસીના પાનનું સેવન કરવું જોઇએ. જેનાથી કિડનીમાં થયેલી પથરી ઓગળવા લાગે છે. તુલસીમાં એન્ટી બાયોટિક અને એન્ટીઓક્સિડેન્ટ ગુણોવની સાથે અન્ય પોષક તત્વો પણ રહેલા છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેના કારણથી કેન્સર જેવી બિમારીઓ દૂર રહે છે.