Health Minister Sayendra Jain dancing in GTB Hospital Happiness Therapy
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : હોસ્પિટલમાં દર્દીઓના ચહેરા પર મુસ્કાન લાવવા સ્વાસ્થ્ય મંત્રીએ કર્યો ડાન્સ

Video : હોસ્પિટલમાં દર્દીઓના ચહેરા પર મુસ્કાન લાવવા સ્વાસ્થ્ય મંત્રીએ કર્યો ડાન્સ

 | 11:32 pm IST

સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દી હોય કે તેના સગા બધાના ચહેરા એકદમ પડેલા જોવા મળતા હોય છે. પરંતુ હવે આ બાબત ભૂતકાળ બની જશે. કારણ કે, રાજધાની દિલ્હીના પૂર્વ દિલ્હીમાં આવેલી જીટીબી હોસપિટલમાં હેપ્પીનેશ થેરાપી શરૂ કરવામાં આવી છે. જેના કારણે દર્દીઓના ચહેરા ખીલખીલાટ હસતા જોવા મળે છે. એટલું જ નહીં હોસ્પિટલના ડૉક્ટરો પણ હસતા અને ડાંસ કરતા કરતા સારવાર કરે છે. આ ક્રમમાં આજે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ હોસ્પિટલમાં નાચતા નજરે પડ્યાં. સત્યેન્દ્ર જૈનની સાથે હોસ્પિટલના વોર્ડમાં તમામ નર્સ, ડોક્ટર્સ, જૂનિયર ડૉક્ટર્સ પણ હતા.