Health Ministry On Lock Down Will Be Continued Or Not
  • Home
  • Corona live
  • લોકડાઉન વધશે કે કેમ તેના સસ્પેન્સ પર સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

લોકડાઉન વધશે કે કેમ તેના સસ્પેન્સ પર સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

 | 9:53 pm IST

કોરોનાનાં વધતા સંક્રમણને જોતા શું દેશમાં 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે? આ પ્રશ્ન એ માટે ઉઠી રહ્યો છે કારણ કે અનેક રાજ્યોએ લોકડાઉન ચાલું રાખવાની માંગ કરી છે. દેશભરમાં 4221 લોકો કોરોના સંક્રમિત છે. દેશમાં કોરોના સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 124 લોકોનાં મોત કોરોના વાયરસના કારણે થયા છે.

લોકડાઉન વધશે કે નહીં?

મંગળવારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 508 કેસ સામે આવ્યા છે. શું લોકડાઉન વધશે કે નહીં? આ સવાલનો જવાબ આપતા અગ્રવાલે કહ્યું, “અફવાઓ પર ધ્યાન ન આપો. કયા રાજ્યમાં કેવી પરિસ્થિતિ હશે, તેના આધાર પર નિર્ણય લેવામાં આવશે.”

133 સ્થળ પર રોજનાં 375 આઇશોલેશન બેડ બનાવાય છે

તેમણે કહ્યું કે, “લોકડાઉન પર કેબિનેટ સચિવ તમામ રાજ્યોનાં સંપર્કમાં છે. અત્યારે સત્તાવાર રીતે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. લોકડાઉન પર જે પણ નિર્ણય આવશે તે સરકાર જણાવશે.” લવ અગ્રવાલે જણાવ્યું કે, “દેશભરમાં કોરોના દર્દી માટે કોરોના સેન્ટર બનશે. ભારતીય રેલવેએ 2500 કોચમાં 40 હજાર આઇસોલેશન બેડ તૈયાર કર્યા છે. સમગ્ર દેશમાં 133 સ્થળ પર દરરોજનાં 375 આઇશોલેશન બેડ બનાવવામાં આવી રહ્યાં છે.”

કાળાબજારી રોકવા માટે આવશ્યક પગલા લેવાના આદેશ 

અગ્રવાલે કહ્યું કે, “તાજેતરમાં જ ICMRના એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે, કોરોના સંક્રમિત એક દર્દી જો લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન નથી કરતો તો તે 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે.” ગૃહ મંત્રાલાયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું, “આવશ્યક વસ્તુઓ અને સેવાઓની સ્થિતિ સંતોષજનક છે. ગૃહ મંત્રીએ આ સમગ્ર મામલે વિસ્તૃત સમીક્ષા કરી છે. તેમણે કાળાબજારી રોકવા માટે આવશ્યક પગલા લેવાના આદેશ આપ્યા છે.”

રાજ્યોએ લોકડાઉન વધારવાની ભલામણ કરી

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જૂન સુધી સ્કૂલ અને ધાર્મિક આયોજનો પર સંપૂર્ણ રીતથી રોક વધારવા પર નિર્ણય થઈ શકે છે. તો ઑફિસરોનાં ટ્રાન્સફર પણ 6 મહિના સુધી ટાળવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોનાં કહ્યા પ્રમાણે રાજ્ય સરકારો અને નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને આગળ વધારવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર આ વિશે વિચાર કરી રહી છે. વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિઓની સામે અનેક રાજ્યોએ પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં રાજ્યોએ લોકડાઉન વધારવાની ભલામણ કરી છે.

આ વિડીયો પણ જુઓ: ભાવનગરમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન