સ્વાદ માટે જ નહી હેલ્થ માટે પણ ફાયદાકારક છે આ 4 પ્રકારના મુરબ્બા - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • સ્વાદ માટે જ નહી હેલ્થ માટે પણ ફાયદાકારક છે આ 4 પ્રકારના મુરબ્બા

સ્વાદ માટે જ નહી હેલ્થ માટે પણ ફાયદાકારક છે આ 4 પ્રકારના મુરબ્બા

 | 3:43 pm IST

લોકો સ્વાસ્થ્ય સારુ રાખવા માટે તાજા ફળનું સેવન તો કરે છે. પરંતુ વિટામીન-સી, આર્યન, ફાઇબર, ફોસ્ફરસ અને પ્રોટીનથી ભરપૂર મુરબ્બોનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક થઇ શકે છે. આ મુરબ્બો ખાવાથી તમને કામ કરતા થાક પણ નહી લાગે અને સાથે જ તમારા શરીરમાં દિવસભર ઉર્જા રહેશે. ફળનો મુરબ્બો તમારા શરીરને હેલ્થી રાખવાની સાથે અનેક પ્રકારના રોગથી બચાવે છે. ઋતુ અનુસાર ફળોનો પ્રયોગ કરવો જોઇએ. આજે અમે તમને શરીરને હેલ્ધી રાખવા માટે વિભિન્ન પ્રકારના મુરબ્બોથી થનારા લાભ અંગે જણાવીશું.

આંબળાનો મુરબ્બો
તેમા વિટામીન-સી, આર્યન અને ફાયબર ભરપૂર પ્રમાણમાં રહેલા છે. દિવસમાં 1-2 મુબબ્બાનુ સેવન કરવું જોઇએ. તે તમારા શરીરને કબજિયાત, બવાસીર, જ્વલનસ પિત્ત, ચામડીના રોગોથી બચાવે છે. જો તમેન ખૂબ વધારે ગુસ્સો આવે છે તો મુરબ્બો જરૂરથી ખાવો જોઇએ. તે સિવાય આંબળાનો મુરબ્બો તમારા શરીરમાં આખો દિવસ ઉર્જા બનાવી રાખે છે.

સફરજનનો મુરબ્બો
જે લોકો વધતા વજન અને ઉંઘ ન આવવાની સમસ્યાથી હોય તેના માટે સફરજનનો મુરબ્બો ફાયદાકારક છે. તેમા આર્યન, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન બી વધારે પ્રમાણમાં રહેલા છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઠંડક રહે છે. તે તમને ઘણા પ્રકારના રોગોથી બચાવે છે.

ગાજરનો મુરબ્બો
ગાજર ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ તેનો મુરબ્બો મળી જાય તો તેની પૌષ્ટિકતામાં વધારો થાય છે. તેના સેવનથી ડિપ્રેશનની સમસ્યામાંથી રાહત મળે છે. તેમા આર્યન અને વિટામીન-ઇ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જેના કારણે તે આંખોની રોશની વધારવામાં ખૂબ મદદગાર છે. તે પેટના ગેસ અને જ્વલન જેવા રોગોને જડમૂળથી ખતમ કરે છે.

બીલા (બીલીનુ ફળ)નો મુરબ્બો
બીલાના મુરબ્બામાં ઘણાં એવા પોષક તત્લ રહેલા છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તે શરીરને દિમાગ અને હૃદય રોગથી બચાવે છે. તે સિવાય તે પેટની સમસ્યાઓ જેવી કે એસિડિટી, અલ્સર અને કબજિયાત સહિતના રોગોથી છૂટકારો અપાવે છે.