Health Not getting pregnant than do these yogasana
  • Home
  • Featured
  • આ 1 યોગાસન કરવાથી નિ:સંતાન સ્ત્રીનો ભરાશે ખોળો

આ 1 યોગાસન કરવાથી નિ:સંતાન સ્ત્રીનો ભરાશે ખોળો

 | 5:24 pm IST

કેટલીક મહિલાઓ ઘણી કોશિશ કર્યા પછી પણ માતા બનવાના સુખથી વંચિત રહી જાય છે. જોકે તેના કેટલાક કારણો હોય શકે છે. પરંતુ શારીરિક સ્વાસ્થ્ય સારુ હશે તો આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. યોગ દ્વારા વાંઝિયાપણાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ચક્રાસન મહિલાઓ માટે ખૂબ લાભદાયી હોય છે. રોજ આ આસન કરવાથી ખૂબ લાભ થાય છે.

ચક્રાસન કરવાની રીત
– આ આસન કરવા માટે પહેલા પીઠના બળે સૂઇ જાવ, હવે ઘુંટણને વાળો અને તમારી એડીને કમરને સ્પર્શ કરે તે રીતે પગને 10 ઇંચ દૂર રાખો.

– ત્યાર પછી બન્ને હાથ ઉંચા કરી માથા તરફ લઇ જઇ કોણીથી વાળી લો.

– હથેળીઓને ખભાથી ઉપર માથા પાસે જમીન પર રાખો અને શ્વાસ લો. ધીમે-ધીમે ધડને ઉપરથી ઉઠાવતા પીઠને નમાવો.

– હવે હાથ અને પગને જમીન પર રાખો અને માથુ લટકતુ હોય તે રીતે રહો.

– ત્યાર પછી ધીમે- ધીમે શરીરને નીચે કરીને સામાન્ય અવસ્થામાં આવી જાવ. થોડીક વાર આરામ કરો. આ રીતે 4-5 ચક્ર પૂરા કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન