Health Now the Indian is also at the forefront of this talk, a big reveal
  • Home
  • Featured
  • …લો બોલો, હવે આ વાતમાં પણ ભારતીય છે સૌથી આગળ, થયો મોટો ખુલાસો

…લો બોલો, હવે આ વાતમાં પણ ભારતીય છે સૌથી આગળ, થયો મોટો ખુલાસો

 | 2:49 pm IST

દુનિયાભરમાં 62 ટકા પુખ્ત વયના લોકોએ માન્યું છે કે રાતે જ્યારે તે સૂવા જાય છે તો તેમણે સારી ઉંઘ આવતી નથી અનિંદ્રાની આદતને લઇને સૌથી ખરાબ હાલત દક્ષિણ કોરિયાની છે અને તે બાદ જાપાનની છે. પરંતુ ઇન્ટરનેશનલ સર્વેમાં ખુલાસો થયો કે ભારતીય લોકો સારી અને પૂરતી ઉંઘ લેવાના મામલામાં સૌથી આગળ છે. તે બાદ સઉદી અરબના લાકો અને ત્રીજા નંબર પર ચીનના લોકો છે. આ સર્વે ફિલિપ્સ તરફથી ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ કેજેટી ગ્રુપે 12 દેશોના 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના વર્ગના 11,006 લોકો પર સર્વે કર્યો.

સર્વેમાં વિશ્વના આશરે 62 ટકા પુખ્ત વયના લોકોએ આ વાતને સ્વીકાર કરી છે કે રાતે જ્યારે તે સૂવા જાય છે તો તેમણે સારી ઉંઘ આવતી નથી. અનિંદ્રાની આદતને લઇને સૌથી ખરાબ હાલત દક્ષિણ કોરિયાની અને તે બાદ જાપાનની છે. વિશ્વના પુખ્ત વયના લોકો અઠવાડિયામાં રાતના સમયે સરેરાશ 6.8 કલાકની ઉંઘ લે છે. જ્યારે તે રજાના દિવસે રાતે 7-8 કલાકની ઉંઘ લે છે. સર્વેમાં માલૂમ પડ્યું કે પ્રત્યેક દિવસે આઠ કલાકની ઉંધ પુરી કરવા માટે 10માંથી 6 પુખ્ત વયના લોકો વિકેન્ડ્સમાં વધારે ઉંઘ લેવાનું પસંદ કરે છે.

સર્વેમાં સામેલ 10માંથી ચાર લોકોએ જણાવ્યું કે ગત વર્ષમાં તેમની ઉંઘમાં ઘટાડો થયો છે. પરંતુ 26 ટકા લોકોએ કહ્યું કે તેમની ઉંઘ સારી છે. જ્યારે 31 ટકા લોકોનું માનવું છે કે તેમની ઉંધ લેવાની આદતોમાં કોઇ બદલવાવ આવ્યો નથી. ફિલિપ્સ ગ્લોબલ સ્લીપ સર્વે 2019ના રિપોર્ટ મુજબ, કેનેડાના 63 ટકા અને સિંગાપુરના 61 ટકા લોકોમાં અનિંદ્રાની સમસ્યા સૌથી વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન