રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ પીણું - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ પીણું

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ પીણું

 | 12:59 pm IST

બીમારીથી લડવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. મજબૂત રોગ પ્રતિકારક શક્તિ શરીરને બીમારી અને સંક્રમણોથી લડવામાં મદદ કરે છે. ખાણી-પીણીમાં થોડીક બેદરકારીથી તમારી પાચન પ્રક્રિયા ખરાબ કે કમજોર કરી દે છે. જેના કારણે તમારું શરીર હાનિકારક બેક્ટેરિયા, વાયરસ ણને બીમારીઓથી રક્ષા કરી શકતા નથી. તે સિવાય રોગ પ્રતિકારક શક્તિ ખરાબ થવા પર ભૂખ ન લાગલી, પેટ ભારે થવું, છાતીમાં બળતરા થવા સહિતની સમસ્યા થવા લાગે છે. એવામાં આજે અમે તમને એક એવા કુદરતી પીણા અંગે જણાવીશું. જે તમારી પાચન શક્તિને સારી કરે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પીણું..

સામગ્રી
250 મિલી – પાણી
5-6 નંગ – તજ
1/8 ચમચી – કાળામરી
1/2 ચમચી – મધ

બનાવવાની રીત
– આ પીણું બનાવવા માટે સૌ પ્રથમ પાણીમાં તજ ઉમેરીને 5-7 મિનિટ માટે ઉકાળી લો.

– ત્યાર પછી તેમા કાળામળી અને મધ ઉમેરી લો અને 2 મિનિટ માટે ઉકાળી લો.

– રાત્રે ભોજન કર્યા પછી આશરે 30 મિનિટ પથી આ પીણાનું સેવન કરો. તેનું સેવન કરવાથી તમારી પાચન શક્તિને સારી કરે છે.

– જો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે ખરાબ છે તો તેને પીતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.