Health over sleep person brain disease
  • Home
  • Featured
  • વધારે સૂતા લોકો થઇ જાવ સાવધાન! મગજને થઇ શકે છે ખતરો

વધારે સૂતા લોકો થઇ જાવ સાવધાન! મગજને થઇ શકે છે ખતરો

 | 12:18 pm IST

વધારે સૂવાથી તમને મગજને એટલે બ્રેનની કામ કરવાની રીતને નુકસાન પહોંચી શકે છે. એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે જે લોકો ઓછી ઊંઘ લે છે કે એવા લોકો જે રાત્રે 7-8 કલાકથી વધારે ઊંધ લે છે આ બન્ને લોકોની સમજવા અને જાણવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

7-8 કલાકની ઊંઘ છે પૂરતી
કેનેડા સ્થિત વેસ્ટર્ન યુનિવર્સિટીના શોધકર્તાઓનું કહેવું છે ગત વર્ષે જૂનમાં શરૂ કરવામાં આવેલ ઊંઘથી સંબંધી સૌથી મોટા રિસર્ચમાં દુનિયાભરમાં 40 હજાક લોકો સામેલ થયા હતા. ઓનલાઇન શરૂ કરવામાં આવેલી આ વૈજ્ઞાનિક તપાસમાં એક પ્રશ્નાવલી અને જાણકાર પ્રદર્શન વાળી ગતિવિધિઓની શ્રેણીને સામેલ કરવામાં આવી. શોધકર્તાઓએ આ અંગે માહીતી મેળવતા જાણ્યું કે તમારા મગજને યોગ્ય રીતે કામ કરવા માટે 7-8 કલાકની ઊંધ જોઇએ અને ડોક્ટર પણ આટલી જ ઊંઘ લેવાની સલાહ આપે છે.

લોકોની ઊંઘથી જોડાયેલી આદતની કરવામાં આવી તપાસ
યુનિવર્સિટીના એડ્રિયન ઓવને કહ્યું કે અમે વાસ્તવમાં દુનિયાભરના લોકોની સાથે સૂવાની આદતો અંગે જાણવા માંગતા હતા. નિશ્ચિત રીતે લેબમાં નાના પાયે ઊંઘ પર રિસર્ચ તઇ છે. પરંતુ અમે જાણવા માંગતા હતા કે વાસ્તવિક જગતમાં લોકોની ઊંઘ સંબંધી આદતો કેવી છે. આશરે અડધા પ્રતિયોગીઓએ રોજ રાત્રે 6.3 કલાકથી ઓછી ઊંઘ લેવાની વાત કરી. જે અભ્યાસમાં જરૂરી ઊંઘના પ્રમાણમાં ઓછી હતી. તેમા એક ચોંકાવનારો ખુલાસો થયો કે 4 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લેનારા લોકોનું પર્ફોમન્સ એવું હતું કે તે લોકો તેમની ઉંમરથી 9 વર્ષ નાના છે. હેરાન કરનારી શોધ એ હતી કે, ઊંઘ દરેક લોકોને સમાન રીતે પ્રભાવિત કરે છે.