પાયોરિયાની સમસ્યા દૂર કરવા ફોલો કરો આ Tips - Sandesh
NIFTY 11,450.00 +60.55  |  SENSEX 37,887.56 +221.76  |  USD 68.6200 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • પાયોરિયાની સમસ્યા દૂર કરવા ફોલો કરો આ Tips

પાયોરિયાની સમસ્યા દૂર કરવા ફોલો કરો આ Tips

 | 2:56 pm IST

દાંતની યોગ્ય રીતે સ્વચ્છ ન કરવા પર મોંમાં બેક્ટેરિયા થવા લાગે છે. જેથી પાયોરિયા નામનો રોગ થાય છે. લોકોમાં સામાન્ય જોવા મળતી આ સમસ્યાથી કેટલાક લોકો પરેશાન છે. તેના કારણે તમારા મોંમાંથી દુર્ગંધ,દાંતમાંથી લોહી, દાંતમાં દુખાવો, દાંતમાં ગેપ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાયોરિયા રોગના કારણે દાંત કમજોર થવા લાગે છે. જેથી તેનો તૂટવાનો પણ ખતરો વધી જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડેન્ટિસ્ટની સલાહ લેવી પડે છે પરંતુ તે સિવાય ઘણા ઘરેલું ઉપચારથી આ પરેશાનીનો તમે અંત લાવી શકો છો. આજે અમે તમને પાયોરિયાના રોગ અને તેના અનેક કારણો, લક્ષણ અને ઘરેલું ઉપચાર અંગે જણાવીશું. જેથી આ રોગને તમે હંમેશા માટે દૂર કરી શકો છો.

પાયોરિયાના કારણ
કેવિટી થવાના કારણે
બેક્ટેરિયાના કારણે
ઇંફેક્શન થવું
દાંતની સાચવણી ન કરવી
પેટ બરાબર સાફ ન થવું

પાયોરિયાના લક્ષણ
દાંતમાંથી લોહી ન આવવું
દાંતમાં દુખાવો
મોંમાં અને શ્વાસમાંથી દુર્ગંધ આવવી
દાંત નબળા થવા
દાંતની વચ્ચે ગેપ પડવી
પાયોરિયા રોગના ઘરેલું ઉપચાર

મીઠુ અને હળદર
1 ચપટી હળદકમાં મીઠુ અને સરસોનું તેલ મિક્સ કરીને દાંતની માલિશ કરી. તેને 15 મિનિટ સુધી એવી રીતે મૂકી રાખો અને તે બાદ જે લાર બને તેને થૂંકી દો. દિવસમાં 2 વાર તેનો ઉપયોગ કરવાથી પાયોરિયાને જડમૂળથી છૂટકારો મળશે.

લીમડાના પાન
લીમડાના પાનની રાખ, કપૂર અને કોલસાની રાખને મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા દાંતમાં લગાવી લો અને સવારે પાણીથી કોગળા કરો. તે સિવાય લીમડાના દાંતણથી દાંત ઘસવાથી પાયોરિયા રોગ દૂર થાય છે.

ઘઉંના દાણા
ઘઉંના દાણાને પાણીમાં પલાળીને તે પાણીથી કોગળા કરો. કોગળા કર્યા બાદ તે પાણી પી લો. આ પાણી મોંમાં રહેલા દરેક બેક્ટેરિયાને મારીને પાયોરિયાને દૂર કરે છે.

ડુંગળી
ડુંગળીના એક ટૂકડાને તવા પર ગરમ કરીને દાંતની વચ્ચે 15 મિનિટ સુધી રાખો અને તે બાદ કોગળા કરી લો. દિવસમાં 3 વાર એક અઠવાડિયા સુધી સતત તેનો ઉપયોગ કરીને પાયોરિયાની સમસ્યા ખતમ કરી શકો છો.

લવિંગનું તેલ
લવિંગના તેલને નવશેકા પાણીમાં મિક્સ કરીને 1 અઠવાડિયા સુધી દરરોજ કોગળા કરો. તેનાથી તમારી પાયોરિયાની સમસ્યા દૂર થઇ જશે.

રાઇનું તેલ
બ્રશ કર્યા બાદ રાઇના તેલને મીઠું મિક્સ કરીને દાંત પર માલિશ કરો. 15મિનિટ સુધી તેને રહેવા દો. 1 અઠવાડિયા સુધી સતત આમ કરવાથી પાયોરિયાની સમસ્યાથી રાહત મળી શકે છે.

ઘી અને કપૂર
ઘી અને કપૂરને મિક્સ કરીને દરરોજ દાંત પર માલિશ કરો. તેનાથી તમારી પાયોરિયાની સમસ્યા થોડાક સમયમાં દૂર થઇ જશે.