Health periods pain avoid these things
  • Home
  • Featured
  • પીરિયડ્સમાં થઇ રહ્યો છે અતિશય દુખાવો તો દૂર રહો આ વસ્તુથી

પીરિયડ્સમાં થઇ રહ્યો છે અતિશય દુખાવો તો દૂર રહો આ વસ્તુથી

 | 2:41 pm IST

પીરિયડ્સ દરમ્યાન પેટના નીચેના ભાગમાં થોડોક દુખાવો થાય તે સામાન્ય વાત છે. પરંતુ પીરિયડ્સ દરમ્યાન થતો દુખાવો અતિશય થઇ રહ્યો છે તો તે તમારા માટે ચિંતાની વાત છે. કેટલીક મહિલાઓને ખૂબ જ દર્દ થાય છે તો તે મહીનામાં 3-4 દિવસમાં રોજ પેનકિલર ખાવી પડે છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે આ દુખાવાથી બચવા માટે શુ કરવું જોઇએ.

જો પીરિયડ્સમાં ખૂબ દુખાવો રહે છે તો તેની પર ઘ્યાન આપો. બની શકે છે કે તમને ડિસમેનોરિયાની સમસ્યા થઇ શકે છે. આ એક હેલ્થ કંડિશન છે જે દર 7માંથી એક મહિલાને થાય છે. ડિસમેનોરિયા દર મહીના થનારા પીરિયડ્સની તરત કે શરૂ થતા એક બે વર્ષની અંદર થાય છે.

– પ્રાઇમરી ડિસમેનોરિયા સામાન્ય દુખાવા અને એંઠનનું બીજુ નામ છે. સામાન્ય રીતે આ મહિલાઓ પીરિયડ્ શરૂ થવાના એક-બે વર્ષની અંદર થાય છે. ખાસ કરીને દુખાવો પેટના નીચેના ભાગ કે પીઠના નીચેના ભાગમાં થાય છે.

– સેકન્ડરી ડિસમેનોરિયા મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં કોઇ વિકારના કારણે ઉત્પન્ન થતા દુખાવાને કહે છે. ખાસ કરીને દુખાવો માસિક ચક્રના આરંભમાં શરૂ થાય છે અને સામાન્ય એંઠનના મુકાબલા કરતા વધારે સમય સુધી રહે છે.

– પીરિયડ્સના દિવસોમાં ઓમેગા-3 ફેટી એસિડ અને તેનાથી ભરપૂર વસ્તુઓ ખાવાથી ફાયદો થાય છે. તે સિવાય તે વસ્તઉઓ ખાવાથી પણ ફાયદો થાય છે જેમા વિટામિન અથી ભરપૂર હોય. આ દરમ્યાન મેગ્નેશ્યિમ, જિંક અને વિટામીન બી1થી ભરપૂર વસ્તુઓ ખાવી પણ ફાયદાકારક હોય છે.

– આપણે દરેક લોકો જાણીએ છીએ કે લાંબા સમય સુધી જાગવા માટે કેફીન તમારી હેલ્પ કરે છે. પરંતુ કેફીન એસિડિટીની સંભાવના વધારી દે છે. ધ્યાન રાખો કે કેફીનનો મતલબ ફક્ત કોફી જ નથી.તેમા ચોકલેટ તેમજ ચા પણ સામેલ હોય છે. જોકે, પીરિયડ્સ દરમ્યાન કેફીન વાળા પીણાનું સેવન કરવાથી દૂર રહો.

– કેટલીક મહિલાઓ પીરિયડ્સ દરમ્યાન દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરી લો છો. જેમા રહેલા સેચ્યુરેટેડ ફેટ પીરિયડ્સ દરમ્યાન થતો દુખાવો અને મુશ્કેલી વધારી દે છે.

– ઘણી વખત મહિલાઓ તેમના મોંને ટેસ્ટ બદલવા માટે વધારે ચટપટી વસ્તુઓ જેમ કે અથાણું, સોસ, પોટેટો ચિપ્સ સહિતની વસ્તુઓ સેવન કરે છે. જેમા મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આજ કારણથી શરીરમાં સોડિયમનું લેવલ વધી જાય છે અને યુરિનની સમસ્યા થાય છે.

– પીરિયડ્સમાં કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી શુગરનું પ્રમાણ વધી જાય છે. જેનાથી પીરિયડ્સ અનિયમિત થઇ જાય છે. જેથી આ પ્રકારના ડ્રિંક લેવાની જગ્યાએ નારિયેળ પાણીનું સેવન કરો.