1 ચમચી ઓલિવ ઓઇલના ઉપયોગથી માસિકના દુખાવાથી મેળવો છૂટકારો - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • 1 ચમચી ઓલિવ ઓઇલના ઉપયોગથી માસિકના દુખાવાથી મેળવો છૂટકારો

1 ચમચી ઓલિવ ઓઇલના ઉપયોગથી માસિકના દુખાવાથી મેળવો છૂટકારો

 | 7:32 pm IST

માસિક દરમિયાન થનારો દુખાવો દરેક મહિલાએ સહન કરવો પડે છે. સૌથી મોટી વાત એ છે કે આ દુખાવાનો સામનો મહિલાઓએ દર મહીને કરવો પડે છે. ઘણી મહિલાઓને પેટની નીચેના ભાગમાં દુખાવો થાય છે. તો ઘણી મહિલાઓને ગંભીર દુખાવાનો સામનો કરવો પડે છે. આ દુખાવો એટલો ખરાબ હોય છે કે મહિલાઓનો આખો દિવસ ખરાબ જતો હોય છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તમે માસિકના દુખાવામાં કોઇપણ દવાના સેવન કર્યા વગર આ દુખાવાથી છૂટકારો મેળવી શકો છો.

• એક ચમચી ઓલિવ ઓઇલનો ઉપયોગ કરીને તમે આ દુખાવાથી સહેલાઇથી છૂટકારો મેળવી શકો છો. તમે દરરોજ એક ચમચી ઓલિવ ઓઇલનું સેવન કરશો તો, માસિક દરમિયાન થતા દુખાવાથી મુક્તિ મળી શકે છે અને માસિકના દુખાવાને ઓછો કરે છે.
• ઓલિવ ઓઇલના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. જેમાથી એક માસિક દરમિયા થતા દુખાવામાં રાહત મેળવવાની પણ છે. ઓલિવ ઓઇલ આપણા હૃદયનો સારો મિત્ર છે. કારણકે તેમા ક્લોરોફિલ, વિટામિન ઇ, કેરોટેનોઇડ એન્ટી ઓક્સિડેંટ અને મોનોસૈચુરેટેડ હોય છે. આ ઓઇલ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે.
• ઓલિવ ઓઇલ એક એવું તેલ છે. જે સહેલાઇથી માસિકના દુખાવામાં રાહત અપાવે છે.
• ઓલિવ ઓઇલમાં એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોવાના કારણે તે માસિક ધર્મથી રાહત અપાવે છે. ઓલિવ ઓઇલમા પોલીફિનોલ નામનું તત્વ મળે છે. જે આઇબુપ્રોફેનની જેમ કામ કરે છે. આ તત્વના કારણે જ ઓલિવ ઓઇલમાં એન્ટી ઇંફ્લામેટરીના ગુણ હોય છે.
• જો તમે દર મહીને પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવવા માંગો છો તો એવામાં તમે ઓલિવ ઓઇલનો નિયમિત ઉપયોગ કરો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી માસિક દરમિયાન થતા દુખાવાથી રાહત મળે છે.
• તે ઉપરાંત ઓલિવ ઓઇલ ખરીદતા સમયે આ વાતનું ખાસ ધ્યા રાખવું જોઇએ કે તમારે ઓલિવ ઓઇલમાં તેના ઓલિઓકેંથલનું પ્રમાણ જોઇને ખરીદવું જોઇએ. ક્યારેય પણ ખાવાના માટે રિફાઇન ઓઇલનો ઉપયોગ ન કરો.
• ઓલિવ ઓઇલને ગરમ કરવાથી તેમા થનારા ઓલિઓકેંથલના ગુણ ખરાબ થઇ જાય છે.