ગર્ભવસ્થામાં મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ ઘરના આ 6 કામ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ગર્ભવસ્થામાં મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ ઘરના આ 6 કામ

ગર્ભવસ્થામાં મહિલાઓએ ક્યારેય ન કરવા જોઇએ ઘરના આ 6 કામ

 | 12:44 pm IST

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ડિલીવરી સુધી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તે દરમિયાન મહિલાઓને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એવા સમયમાં તેની જરાય પણ બેદરકારી તેના અને બાળક માટે ગંભીર હોય શકે છે. આ દરમિયાન મહિલાઓને સારી ડાયેટ લેવા અને ઘરના કામ ન કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ તે છતાંય પણ મહિલાઓ થોડૂંક કામ કરી લે છે. જેથી ડિલીવરીના સમયે મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આજે અમે જણાવીશું કે પ્રેગનેન્સી સમયે તમારા કયા કામ ન કરવા જોઇએ જેથી માતા અને બાળક બન્ને સુરક્ષિત રહી શકે.

ઘરની સામાન્ય સફાઇ
ઘણી વાર નોર્મલ ડિલીવરી માટે મહિલાઓ કચરા-પોતા કરવા લાગે છે. જેના માટે તે ફિનાઇલ અને કેમિકલ યુક્ત ક્લીનરનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુક્શાન થઇ શકે છ. જો તમે કામ કરવા માંગો છો તો મોપિંગ, ડસ્ટિંગ તેમજ વૈક્યુમિંગનો ઉપયોગ કરી શકો છો.

કચરાની સફાઇ
આ અવસ્થામાં તમારે કચરાની સફાઇ ન કરવી જોઇએ. જેથી ઇંફેક્શનનો ખતરો થાય છે. જે માતા અને બાળક માટે ગંભીર હોય શકે છે. જો કોઇ કારણોસર તમારે આ કામ કરવું પડે છે તો મોં પર માસ્ક જરૂરથી પહેરો.

બાથરૂમની સફાઇ
આ દરમિયાન તમારે બાથરૂમ, ટાઇલ્સ કે ટોયલેટની સફાઇ પણ ન કરવી જોઇએ. આ વસ્તુઓની સફાઇ કરવાની પ્રોડક્ટ્સમાં હાનિકારક કેમિકલ હોય છે. જે ગર્ભમાં રહેલા શિશુને નુક્શાન પહોંચાડે છે. તે સિવાય તેને સાફ કરતા સમયે નીકળતા ખતરનાક બેક્ટેરિયાથી તમને ઇન્ફેક્શન થઇ શકે છે.

પડદા અને પંખાની સફાઇ
ઘણીવાર તમે એકલા હોવા પર મહિલાઓ પંખા કે પડદાની સફાઇ કરવા લાગે છે. જેથી તેના પર જામેલી ધૂળ અને માટી શ્વાસ દ્વારા મહિલાઓના શરીમાં જઇને ખતરો પેદા કરે છે. તે સિવાય સ્ટૂલ કે ટેબલ પર ચઢીને તેને સાફ કરવાથી મહિલાના પેટ પર પણ ભાર પડે છે. જે ગંભીર છે.

ભારે સામાન ઉપાડવો
પ્રેગનેન્સીમાં ભારે સામાન ઉઠાવવો તમારા માટે હાનિકારક હોય શકે છે. તેનાથી માંસપેશીઓમાં ખેંચાણ આવવાના કારણે તમને પ્રસવ દરમિયાન વધારે દુખાવાનો સામનો કરવો પડી શકે છે.

કપડા ધોવા
કેટલીક મહિલાઓ પ્રેગનેન્સીમાં થોડાક કપડા ધુએ છે. પરંતુ તે દરમિયાન ઘણી મહિલાઓ સેન્સેટિવ હોવાને કારણે તેની દુર્ગંધ સહન કરી શકતી નથી. એવામાં તમને કપડા ન ધોવા જોઇએ. કારણકે ડિટરજન્ટની સુગંધથી તમને ઇન્ફેક્શન થઇ શકે છે. તે સિવાય કપડા ધોવાથી સમય પહેલા ડિલીવરી થવાનો ખતરો પણ વધી જાય છે.