પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ ભૂલથી પણ ન પીવી જોઇએ 'ચા' - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ ભૂલથી પણ ન પીવી જોઇએ ‘ચા’

પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ ભૂલથી પણ ન પીવી જોઇએ ‘ચા’

 | 5:38 pm IST

પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓ માટે સૌથી મોટી સમસ્યા એજ હોય છે કે તેને શુ ખાવું જોઇએ અને શુ ન ખાવું જોઇએ. કારણકે તે જે પણ આહાર લે છે. તે તેના બાળક સુધી પણ પહોંચે છે. જેથી આ દરમિયાન કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. જેથી ડોકટર હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપે છે.

પ્રેગનેનેસી દરમિયાન વધારે ચા અને કોફી પીવાથી પણ માતા અને બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ચા અને કોફી બન્ને ગર્ભપાત જેવી મોટી ઘટના બનવાનું કારણ પણ બની શકે છે. આવો જોઇએ ગર્ભવસ્થા દરમિયાન ચા અને કોફી પીવાથી થતા નુકસાન..

– ચા અને કોફીમાં કેફીન નામના તત્વ રહેલા છે. જેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

– પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને પાઉડર કોફી, ફિલ્ટર કોફી, એસ્પ્રેસો સહિતની વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. કારણકે તેમા ખૂબ વધારે કેફીન હોય છે.

– રોજ વધારે કેફીન પીવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. તે સિવાય બાળકનું વજન ઓછું થવાની સમસ્યા પણ થઇ શકે છે.

– ગર્ભાવસ્થા દરમિયાન બ્લેક ટીના સેવનથી પણ દૂર રહેવું જોઇએ. સાથે જ ગ્રીન ટી પણ ન પીવી જોઇએ. ગ્રીન ટી પીવાથી ગર્ભપાત થવાનો ખતરો થઇ શકે છે.

– પ્રેગનેન્સી દરમિયાન તમાપે એક દિવસમાં 200 મિલીગ્રામથી વધારે ચા કે કોફી ન પીવી જોઇએ. જો તમારે ચા કે કોફી પીવી છે તો તમે ખૂબ જ ઓછા પ્રમાણમાં તેને પીઓ.