આ Tipsની મદદથી ગર્ભાવસ્થામાં નહીં થાય ઉલટી - Sandesh
  • Home
  • Health & Fitness
  • આ Tipsની મદદથી ગર્ભાવસ્થામાં નહીં થાય ઉલટી

આ Tipsની મદદથી ગર્ભાવસ્થામાં નહીં થાય ઉલટી

 | 7:07 pm IST

ગર્ભવસ્થાના શરૂઆતના ત્રણ મહીનામાં ગર્ભવતી મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમા જીવ ગભરાવો, ઉબકા આવવા કે ઉલટી થવી જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યા ખાસ કરીને મહિલાઓને કોઇ સુગંધ કે સ્વાદના કારણે થાય છે. સાથે જ ભૂખ્યા પેટે વધારે મુશ્કેલી થાય છે. આમ શરીરમાં બીટા એચસીજી હોર્મોનમાં બદલાવના કારણે થાય છે.

હળવો આહાર લો
નિષ્ણાંતો મુજબ ગર્ભવતી મહિલાઓએ દર કલાકે કે બે કલાકમાં હળવો આહાર લેવો જોઇએ. કારણકે વધારે કે ભારે ખોરાક લેવાથી પેટ પર વધારે દબાણ પડે છે અને ઉલટી તેમજ જીવ ગભરાવવા જેવી સમસ્યા થઇ શકે છે.

ઘરેલું ઉપાય
ગર્ભવતી મહિલાઓ આ સમસ્યા માટે ઘરેલું ઉપાય પણ અજમાવી શકે છે. તેના માટે ફુદીનાના પાન કે આદુ ચાવો. તેની સાથે જ આદુની ઉપર મીઠું લગાવીને પણ ખાઇ શકો છો. તરત જ આરામ મેળવવા માટે મધ, ઇલાયચી કે લવિંગનો ઉપયોગ પણ કરી શકાય છે.

બચાવ
તમારે માલૂમ કરવું પડશે કે તમને કોઇ સુગંધ કે સ્વાદના કારણે આ સમસ્યા થાય છે. તો એ વસ્તુથી દૂર રહેવું જોઇએ.

ડોક્ટરની સલાહ લો
જો જીવ ગભરાય કે ઉલટીની સમસ્યા વધી જાય છે તો તમે તમારા ડોક્ટરની સલાહ લો. આર્યનનું વધારે સેવન કરવાથી પણ જીવ ગભરાવવા લાગે છે. જેથી બીજા વિટામીનનું સેવન કરી શકાય છે.

તે સિવાય તમે જે રૂમમાં આરામ કરો છો તેમાં હવા-ઉજાસ યોગ્ય રીતે આવે તેવો હોવો જોઇએ. સ્વસ્છ અને તાજી હવાથી ગર્ભાવસ્થામાં આ સમસ્યાથી આરામ મળી શકે છે.