શરીરના આ 3 ભાગને દબાવવાથી સડસડાટ ઘટશે તમારું વજન - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શરીરના આ 3 ભાગને દબાવવાથી સડસડાટ ઘટશે તમારું વજન

શરીરના આ 3 ભાગને દબાવવાથી સડસડાટ ઘટશે તમારું વજન

 | 6:17 pm IST

શરીરમાં રહેલા ચાર બિંદુઓ પર દબાણ કરવાથી મેટાબોલિજ્મ વધશે અને ઝડપથી વજન ઓછુ થશો. વર્ષો પહેલાથી લોકો એક્યૂપ્રેશર અને એક્યુપંચરની ટેકનિકનો પ્રયોગ કરીને સામાન્ય અને ગંભીર બિમારીઓનો ઉપચાર કરી રહ્યા છે. શરીરમાં સેકડો બિંદુ રહેલા છે. જેનો સંબંધ શરીરની અંદર રહેલી ઉર્જાથી છે અને તેની પર દબાણ કરવાથી શરીરની અંદરની ઉર્જા સક્રિય થઇ જાય છે અને તે કામ કરવાનું શરૂ કરી દે છે. તમારા શરીરમાં બિંદુઓ એવા પણ છે જેની પર દબાણ કરવાથી મેટાબોલિજ્મ વધે છે અને ઝડપથી વજન ઘટે છે.

તમારા ચહેરા પર નાકની નીચે અને હોઠથી ઉપર બિલકુલ વચ્ચેના સ્થાન પર એક બિંદુ હોય છે. તે સ્થાન પર દબાણ કરવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને તમે વધારે ભોજનથી દૂર રહો છો. તે સિવાય આ બિંદુ પર દબાણ બનાવવાથી બેચેની થવી, તણાવ સહિતની સમસ્યાઓથી છૂટકારો મળે છે. હોઠની ઉપર અને નાકની નીચે રહેલા આ બિંદુ પર 5 મિનિટ સુધી દબાણ કરો અને દિવસમાં બે વાર આમ કરવાથી વજનમાં ફરક જોવા મળશે.

તમારા બન્ને પગની વચ્ચે આ બિંદુ રહેલું છે. આ બિંદુ માટે તમે તમારા બન્ને પગના બિંદુ પર દબાણ કરો. આ બિંદુ પર આંગળીથી મસાજ પણ કરો. માલિસ કરવાની સમયસીમા ઓછામાં ઓછી 10 મિનિટ હોવી જોઇએ. આ ક્રિયાને બન્ને પગથી દિવસમાં 9 વખત કરો. આ બિંદુખી ખાવાનું સહેલાઇથી પાચન થાય છે. તેમજ ભૂખ વધારે લાગતી નથી.

તણાવ વ્યક્તિનું સૌથી મોટો દુશ્મન છે. જેના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે અને વધારે સમય તણાવમાં રહેવાથી વજન પણ વધી શકે છે. માટે વજન ઓછું કરાવ માટે તણાવથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. કાનની પાસે આ બિંદુને અંગુઠાથી આરામથી ત્રણ મિનિટ સુધી દબાણ કરો. આ પ્રક્રિયા દિવસમાં ત્રણ વાર કરવી જોઇએ. જેથી તમારું વજન ઝડપથી ઓછું થશે.