Health Problems with gluten ? Start the gluten-free diet
  • Home
  • Featured
  • ગ્લૂટનથી તકલીફ છે? તો શરૂ કરો ગ્લૂટન ફ્રી ડાયટ

ગ્લૂટનથી તકલીફ છે? તો શરૂ કરો ગ્લૂટન ફ્રી ડાયટ

 | 11:17 am IST

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

બોલીવૂડ સેલેબ્સથી માંડીને કેટલાંય વિખ્યાત ચહેરાઓ ગ્લૂટન ફ્રી ડાયટને ફોલો કરે છે. આજકાલ બજારમાં પણ તમે જાઓ તો મોટી મોટી શોપ પર ગ્લૂટન ફ્રી પ્રોડક્ટ્સનું જાણે કે પૂર આવી ગયું હોય તેટલી પ્રોડક્ટ્સ તમને જોવા મળશે. ખરેખર આ ગ્લૂટન ફ્રી પ્રોડક્ટ્સ શું છે? તેનો ફાયદો શું છે? તો ચાલો જાણી લઇએ તેના વિશે. સૌપ્રથમ તો ગ્લૂટન શબ્દ વિશે આપણે જાણવું જરૂરી છે, અને સાથે સાથે એ પણ જાણી લઇએ કે ગ્લૂટન ફ્રી ડાયટ એ કોઇ ફેશનેબલ ડાયટ નથી. આ ડાયટને અમુક પ્રકારની તકલીફવાળા લોકોએ તો ખાસ ઇચ્છા હોય કે ન હોય ફોલો કરવું જ પડે છે.

શું છે ગ્લૂટન ફ્રી ડાયટ?  

ગ્લૂટન ફ્રી ડાયટ મતલબ કે આપણાં ખોરાકમાંથી એ વસ્તુઓની બાદબાકી કરવી કે જેમા ગ્લૂટન હોય. જેમ કે ઘઉં, સોજી વગેરે. આપણાં દેશમાં સૌથી વધારે ઘઉંનુ સેવન કરતાં લોકો જોવા મળશે. અનેક સંશોધનમાં હવે એ વાત સાબિત થઈ ચૂકી છે કે ચોખા કરતાં ઘઉંમાં કેલેરી વધારે હોય છે. ગ્લૂટન શબ્દ લેટીન શબ્દ ગ્લૂથી બનાવવામાં આવ્યો છે, જેનો મતલબ થાય કે કોઇ વસ્તુને જોડવાવાળી વસ્તુ. ગ્લૂટન એ એક પ્રકારનંો પ્રોટીન છે. ગ્લૂટન ફ્રી શબ્દ વર્ષ ૨૦૧૩માં યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન દ્વારા ખાદ્ય પદાર્થના લેબલ માટે આપવામાં આવ્યો હતો.

કેવા લોકોએ ગ્લૂટન ફ્રી ડાયટ ફોલો કરવું જોઇએ  

ગ્લૂટન પ્રોટીન અમુક લોકોને નથી પચતું હોતું. આ વાત સાંભળવામા કે વાંચવામાં નવાઇ ઉપજાવશે પણ ખરેખર અમુક લોકો છે જેમને ઘઉં સદતા નથી, કે પચતા નથી. ઘણા લોકોને ઘઉં ખાવાથી અમુક પ્રકારની એલર્જી થતી હોય છે. આ પ્રકારના લોકોએ ન છુટકે ગ્લૂટન ફ્રી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો પડતો હોય છે. આપણાં દેશમાં જ એવા કેટલાંય લોકો છે જેઓને ગ્લૂટન પચતું ન હોવાથી ગ્લૂટન સેંસીટીવીટી, ગ્લૂટન એરીસીયા, ઘઉંની એલર્જી, એક્ટેસીયા, ઇરીટેબલ બ્રાઉન સિન્ડ્રમ જેવી સમસ્યાઓ સતાવવા લાગે છે.

જે વ્યક્તિમાં ગ્લૂટન પચવાની અક્ષમતા હોય તેને અવારનવાર ડાયરીયા, પેટમાં દુખાવો, બ્લોટીંગ, શરીરમાં અકારણ ચળ આવવાની સમસ્યા થવા લાગે છે. આ સિવાય વજન ઓછું હોય, ચક્કર આવવાની સમસ્યા વારંવાર થતી હોય, એનીમિયાની તકલીફ થતી હોય, ડિપ્રેશનના સંકેત જોવા મળે તો સમજવું કે તમને ગ્લૂટનની એલર્જી છે. અને હવે તમારે ગ્લૂટન ફ્રી ડાયટ અપનાવવાની જરૂર છે.

ગ્લૂટન ફ્રી ડાયટમાં શું ન ખાવું  

જો તમને ગ્લૂટન ફ્રી ડાયટને ફોલો કરવાનું કહેવામાં આવ્યું હોય તો ઘઉં અને ઘઉંમાંથી બનાવેલી તમામ વસ્તુઓ તેમજ પ્રોડક્ટ્સથી ફરજીયાતપણે દુર રહેવું, તેમજ જઉં અને સોજીનું સેવન પણ તમારા માટે વર્જ્ય છે. આ પ્રકારના સેવનથી ખાસ અંતર જાળવી રાખવું જોઇએ, નહી તો ગ્લૂટન નહી પચવાથી થતી તમામ પ્રકારની અલર્જી અને સમસ્યા તમને થઇ શકે છે.

ગ્લૂટન ફ્રી ડાયટ અને વેટ લોસ  

આપણે આગળ જાણ્યું તે પ્રમાણે આજકાલ વજન ઘટાડવા માટે જે લોકોને ઘઉં કે ગ્લૂટનથી તકલીફ ન હોય તેવા લોકો પણ ગ્લૂટન ફ્રી ડાયટને ફોલો કરે છે. તેનું કારણ એ જ છે કે ઘઉંમાં ખૂબ જ કેલેરી આવે છે, તમે સમજો કે એક રોટલીમાં સો જેટલી કેલેરી હોય છે, જો તમે પાંચ રોટલી ખાતા હોય તો પાંચસો કેલેરી તમારા પેટમાં જાય જેથી વજન વધે જ. માટે વજન ઘટાડવા માટે ગ્લૂટન ફ્રી ડાયટને ફોલો કરવામાં આવે છે. પણ આ ડાયટ સારા ડાયટીશીયનની સલાહ લઇને જ કરવું જોઇએ. કેમ કે ઘઉંમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે. અને આપણો તે મુખ્ય ખોરાક છે, હવે જો તમે ફાઇબરયુક્ત ખોરાકથી જ દુર રહેશો તો તમારા શરીરમાં તેની ઉણપ સર્જાશે જે બીજી તકલીફને પણ નોતરી શકે છે. માટે જો ગ્લૂટન ફ્રી ડાયટ અપનાવવા ઇચ્છતા હોવ તો ડાયટીશીયનની સલાહ લઇને જ કરવી. અને ઘઉંમાંથી મળતું ફાઇબર તમે બીજી કઇ રીતે ગ્રહણ કરી શકો છો તેના ઓપ્શપ પણ તૈયાર રાખવા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન