Health Read this news before eating sour things, it can be serious diseases
  • Home
  • Featured
  • ખાટી વસ્તુઓ ખાતા પહેલા ખાસ વાંચો, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

ખાટી વસ્તુઓ ખાતા પહેલા ખાસ વાંચો, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

 | 11:33 am IST

આજકાલની લાઇફસ્ટાઇલ પ્રમાણે લોકો હેલ્થને લઇને ખૂબ સીરિયસ થઇ ગયા છે. જોકે, અનેક વસ્તુઓ અયોગ્ય સમયે અને વધારે ખાવામાં આવે તો તે નુકસાનકારક હોય શકે છે. જેથી કઇપણ ખાતા પહેલા તે અંગે પૂરી જાણકારી લેવી જોઇએ. ઘણા લોકો ઉઠતા જ વેટ લોસ અને લીંબુ પાણીનું સેવન કરે છે. તેની ઉલટી અસર સ્વાસ્થ્ય પર થઇ શકે છે. તેમજ ગેસ અને અપચાની સમસ્યાને સારી કરવા માટે લોકો ખાટી વસ્તુઓ ખાય છે. તમને જણાવી દઇએ કે અથાણું, આંબલી, સંતરા, આંબળા, દહીં અને લીંબુ પાણી પીવાથી પેટથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. તો આવો જોઇએ ખાટું ખાવા-પીવાથી કઇ બીમારીઓનો સામનો કરવો પડે છે.

પેટનો દુખાવો

ઘણા લોકોને લીંબુ પાણી પીવું ખૂબ ગમે છે. એવામાં વધારે લીંબુ પાણી પીનારા લોકોને પેટના દુખાવાની સમસ્યા થઇ શકે છે. જોકે, લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે અને વધારે પ્રમાણમાં આપણું શરીર તેને સહન કરી શકતું નથી. જેથી સાઇટ્રિક એસિડ વાળા ખાદ્ય પદાર્થો ખાઇ લીધા બાદ સેવન કરવું જોઇએ. તેની પાછળ એક એવું પણ કારણ છે કે આપણા શરીરની એક નિશ્ચિત ક્ષમતા હોવી જોઇએ. તેની ઉપર આપણું શરીર એક્સૉર્બિક એસિડનું પ્રમાણ સહન કરી શકતું નથી. આજ કારણ છે કે વધારે લીંબુ પાણી પીવાથી પેટની સમસ્યા થઇ શકે છે.

કબજિયાત

કબજિયાક કે કોન્સ્ટિપેશન વધારે ખાટું ખાવાથી પણ થઇ શકે છે. શરીરથી વેસ્ટનું વધારે ન નીકળવું એક ગંભીર સમસ્યા છે. કબજિયાતને લઇને પેટમાં ભારે થઇ જાય છે સાથે જ પેટ ફુલી જાય છે. પેટમાં દુખાવો પણ થવા લાગે છે. ખાટી વસ્તુઓ જેમ કે અથાણું, આંબલી, નારંગી અને આંબળા ખાવા શરીર માટે સારા હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં ખાવાથી પેટમાં ગેસ થવા લાગે છે. જેનાથી પેટને લગતી સમસ્યા થવા લાગે છે. ખાલી પેટે કઇ ખાટું ન ખાવું જોઇએ.

યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન

છોકરીઓમાં થનારા ખાસ કરીને યુરીનરી ટ્રેક્સ ઇન્ફેક્શનનું કારણ વધારે ખાટું ખાવું પણ હોય શકે છે. જોકે, વધારે ખાટી વસ્તુઓ ખાવાથી આપણા શરીરનું પીએચ લેવલ ખરાબ થઇ જાય છે અને છોકરીઓ તેમજ મહિલાઓમાં તે વજાઇનલ ઇન્ફેક્શનનું મોટું કારણ બને છે. આપણા યુરીનરી ટ્રેક્ટ પર શરીરમાં થઇ રહેલા કોઇ બદલાવની એક અલગ અસર પડે છે. જેમા સામાન્ય રીતે લોકો ઇન્ફેક્શન કહે છે. આ ઇન્ફેક્શન આપણી લાઇફસ્ટાઇલથી જોડાયેલા હોય છે.

ચાંદા

દહીં પેટ માટે ખૂબ ફાયદાકારક હોય છે. ગરમીની ઋતુમાં દહીં ખાવાથી ઘણા લોકો રિલેક્સ અનુભવ કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે ખાલી પેટે દહીં ખાવાથી તમને નુકસાન થઇ શકે છે. ભૂખ્યા પેટે દહીં ખાવાથી એસીડિટીની સમસ્યા વધી જાય છે જે આગળ જતા ચાંદાની સમસ્યા પણ થઇ શકે છે. ખાલી પેટે દહીં લેવાથી તેમા રહેલા બેક્ટેરિયાથી ફાયદો થતો નથી. અલ્સર થવાનું એક મોટું કારણ ખાટી વસ્તુઓનું સેવન પણ હોય શકે છે.

આ પણ જુઓ : મહિસાગરની લુણાવાડા બેઠક પર પેટાચૂંટણીને લઈ મતદાન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન