હવે દવા વગર ઘરેલું નુસ્ખાથી દૂર કરો સ્વાસ્થ્ય સંબંધી આ સમસ્યા - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • હવે દવા વગર ઘરેલું નુસ્ખાથી દૂર કરો સ્વાસ્થ્ય સંબંધી આ સમસ્યા

હવે દવા વગર ઘરેલું નુસ્ખાથી દૂર કરો સ્વાસ્થ્ય સંબંધી આ સમસ્યા

 | 4:57 pm IST

આજકાલ જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સમસ્યાઓ થતી હોય છે. શરદી, ઉધરસ, તાવ, મોઢામાં ચાંદા જેવી સમસ્યા તો થતી હોય છે પણ તે સિવાય સ્કિન સાથે જોડાયેલ કેટલીંક સમસ્યા પણ થતી હોય છે. કેટલીક વાર આ સમસ્યા પર સમયસર ધ્યાન આપવામાં ના આવે તો તે બીમારીનું કારણ બની જાય છે પરંતુ નાની-નાની બીમારીઓમાં દવા લેવી પણ યોગ્ય નથી. તેનાથી બચવા માટે ઘરેલું નુસ્ખા પણ અપનાવી શકાય છે. તે સ્વાસ્થ્યને સારું રાખવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહી.

સ્વાસ્થ્ય સંબંઘી ઘરેલું નુસ્ખા :

1. અતિશય માથાનો દુઃખાવો :

કેટલીક વાર સતત કોમ્પૂટરની સામે કામ કરવાથી માનસિક તનાવના કારણે અતિશય માથામાં દુઃખાવો થાય છે ત્યારે સફરજનની છોલીને સમારી લેવું. તેમાં થોડું મીઠું નાખીને સવારે ખાલી પેટે ખાવું. દરરોજ તે ખાવાથી માથાના દુઃખાવાની સમસ્યા દૂર થઈ જશે.

2. પીરિયડસમાં દુઃખાવો :

કેટલીક છોકરીઓને પિરિયડ દરમિયાન પેઢામાં બહુ દુઃખાવો થતો હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાણીમાં 2-3 ટીપા લીબૂં નાખીને પીવું. તેનાથી દુઃખાવામાં રાહત મળશે.

3. દાજી જવા પર આ કાસ કરવું :

રસોડામાં કામ કરતી વખતે જો સ્કિન દાજી જાય તો તરત કાચા બટેટાનો રસ કાઢીને તેના પર લગાવી દો. તેમજ સુર્યના કિરણોથી જો સ્કિન બળી જાય તો પણ તમે આ ઉપચાર કરી શકો છો.

4. હોઠને ગુલાબી કરવા :

કાળા અથવા ફાટેલા હોઠ પર માખણમાં થોડું કેસર મિક્સ કરીને લગાવો. સતત 5-6 દિવસ તેનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.

5. મોઢાની દુર્ગંધને દૂર કરવા :

કોઈ કારણના લીધે મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો મોઢામાં તજ રાખવાથી દુર્ગંધથી છૂટકારો મળશે.

6. વાળને કાળા કરવા :

સમય પહેલા વાળ સફેદ થઈ જાય તો ડુંગળીનો રસ નિકાળીને લગાવો. તે સિવાય પાણીમાં ચાના પાન નાખીને તેને ઉકાળીને તે પાણીથી વાળ ધોવાથી ફાયદો થશે.

7. અનિદ્રાની સમસ્યાથી છૂટકારો :

રાતે કોઈ કારણે ઉંઘ ના આવતી હોય ત્યારે રિંગણના ભડથામાં થોડું મધ મિક્સ કરીને ખઈ લેવું. ડીનરમાં ભડથું ખાવું સ્વાસ્થ્ય માટે એકદમ બેસ્ટ છે.

8. ગળું પકડાય જવું :

વારંવાર ગળું પકડાય જતું હોય તો સવાર-સવારમાં વરિયાળી ચાવીને ખાવી. તેનાથી તમને ફાયદો થશે.

8. ઘૂંટણમાં દુઃખાવો :

ઉંમર વધવાથી અથવા કમજોરીના કારણે ઘૂંટણમાં દુઃખાવો થતો હોય તો સવારે ખાલી પેટે 3-4 અખરોટ ખાવા, તેનાથી દુઃખાવામાં રાહત મળશે.

10. છીંક :
સવારે ઉઠતા 8-10 છીંક આવતી હોય તો કોથમીર મસળીને તેને સુંગવાથી છીંક બંધ થઈ જશે.